________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
શાશ્વત સુખના ભોક્તા થાય એવી ભાવના અને માર્ગ આરાધન માટે સહાયરૂપ થવું તેને પરમાર્થે પરદયા કહી શકાય. આવી સ્વપરદયા શુભભાવરૂપ હોય છે.
સંસારે તથા પરમાર્થે આ પ્રકારની સ્વપરદયા જીવમાં જાગૃત થાય છે ત્યારથી તેનામાં અહિંસાની ભાવના ખીલવા લાગે છે. હિંસા એટલે અન્ય જીવાત્માને અલ્પ દૂભવવાથી શરૂ કરી પ્રાણત્યાગ થઈ જાય ત્યાં સુધીની સર્વ પ્રકારની દૂભવણી. આમ હિંસામાં અલ્પાતિઅલ્પ માત્રાથી શરૂ કરી, મોટામાં મોટી પ્રાણઘાતક ઉપસર્ગ કરવા સુધીની દૂભવણી સમાય છે. આ પ્રકારની ઇચ્છાથી કે અનિચ્છાથી થતી દૂભવણીથી નિર્વતવું તેનું નામ અહિંસા છે. જીવમાં જ્યારે અહિંસાની સમજણની શરૂઆત થાય છે ત્યારે તે આરંભમાં સ્થૂળ અને મોટી હિંસા કરતાં અટકે છે; જેમાં પરપીડન, ખૂબ જ સહેલાઈથી સમજી શકાય તેવી સંજ્ઞી પંચેન્દ્રિયની સ્થૂળ હિંસા છોડે છે. તે પછીથી તે અસંજ્ઞી જીવોની ઇચ્છાપૂર્વકની ચૂળ હિંસાથી બચવાનો પ્રયત્ન કરે છે. તેને લક્ષ આવવાની શરૂઆત થાય છે કે મને અન્ય કોઈ જીવ આવી પીડા આપે તે ગમતું નથી, તો પછી આવી પીડા હું બીજાને આપું તે તેને કેવી રીતે ગમે? આવી વિચારણાના અનુસંધાનમાં જીવ મારન, તાડન, પીડન, આદિ ધૂળ હિંસા કરતાં અટકતો જાય છે. તેને સમજાય છે કે સામા જીવને આવો હેરાન કરવાથી લાગ આવ્યું તે મને પણ એ જ રીતે અગર એથી વધારે માત્રામાં પીડશે, તે મને ગમશે તો નહિ. માટે આવી પીડા મારે ભાવિમાં ભોગવવી ન પડે તે હેતુથી વર્તમાનમાં મારે પીડા પહોંચાડતાં અટકી જવું જોઇએ. તે પછીથી જેમ જેમ તેની સમજણ વધતી જાય છે તેમ તેમ તેનાથી સૂક્ષ્મ હિંસા પણ તે છોડતો જાય છે, અને આગળ વધ્યા પછી સામાન્ય પ્રકારની દૂભવણી પણ બીજા જીવોને પોતા થકી ન થાય તેની કાળજી રાખતાં તે શીખતો જાય છે. આમ સંજ્ઞીપંચેન્દ્રિય જીવોની દૂભવણી – હિંસાથી શરૂ કરી, ત્રસકાય અસંજ્ઞી જીવો અને તે પછીથી સૂક્ષ્મ એકેંદ્રિય જીવો પણ પોતાથી ન હણાય, ન દૂભાય તેની જાળવણી કરવા પ્રયત્ન શરૂ કરે છે. આ રીતે તે જીવ પોતાની પરદયા વિકસાવવાની સાથોસાથ સ્વદયા ઉપાર્જન કરતો જાય છે. અન્ય જીવોની દૂભવણી અટકાવી, તેમની સાથેનો મૈત્રીભાવ વિકસાવી જીવ પરદયા સાચવે છે.
૧૨૧