________________
કેવળી પ્રભુનો સાથ
પ્રગટાવે. આમ વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. તે સાથે એ સ્વભાવને અનુરૂપ પર્યાય અથવા સ્વભાવને પ્રગટ કરવામાં સહાયરૂપ થનાર આચારવિચાર પણ ધર્મ કહેવાય છે. સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્ર આત્માના સ્વભાવ પર્યાય હોવાથી ધર્મ છે. જ્ઞાન એ આત્મવસ્તુનો સ્વભાવ છે તેથી ધર્મ છે, સમ્યજ્ઞાન તે જ્ઞાન છે માટે ધર્મ છે. સમ્યકુદર્શન તથા સમ્મચારિત્ર આત્મા પ્રગટ કરવામાં સહાયક છે માટે ધર્મ છે. પણ આત્માના પરપદાર્થ સંબંધીના પોતાપણાના ભાવ તે વિભાવ છે. વિભાવ એ અધર્મ છે. અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન એ આત્માનો વિભાવ છે, તેથી તે અધર્મ છે. આત્માનો મૂળ સ્વભાવ તે ધર્મ અને અન્ય તે અધર્મ.
આ ધર્મનું મુખ્ય લક્ષણ છે દયા. દયા તે અહિંસાનું સ્વરૂપ છે. દયા મુખ્યતાએ બે પ્રકારે છેઃ સ્વદયા અને પરદયા. એ જ પ્રમાણે વ્યવહાર દયા અને પરમાર્થ દયા એમ બે વિભાગ પણ દયાના કરી શકાય.
જીવ આ સંસારમાં અનેક પ્રકારનાં દુ:ખો ભોગવે છે, તે સંસારી દુ:ખથી પોતાને છોડાવવાની ભાવના અને છોડાવવા માટેનો તેનો પુરુષાર્થ તે વ્યવહારથી સ્વદયા છે. આ સંસારમાં મારા આત્માએ ઘણું ઘણું પરિભ્રમણ કર્યું છે અને કષ્ટ ભોગવ્યું છે, આ પરિભ્રમણનો અંત આવે તથા કષ્ટ નીકળી જાય, અને મને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય એવી ભાવના તથા એ ભાવના સાકાર કરવા માટેનો સદ્ગુરુ આશ્રયે થતો જીવનો પુરુષાર્થ તે પરમાર્થથી સ્વદયા.
આ સંસારમાં અનેકાનેક જીવો અનેક પ્રકારે રોગ, ક્લેશ, કલહ, બદનામી, આર્થિક મુશ્કેલી, આદિને કારણે વિવિધ પ્રકારે અશાતા ભોગવે છે. શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક કે રાજકીય આદિ પીડાથી છૂટી તેઓ શાંતિ તથા સુવિધા પામે તો સારું; એવી ભાવના તથા તેવા પરિણામ માટે તે જીવોને સહાયરૂપ થવાનો પુરુષાર્થ તે વ્યવહારથી પરદયા કહેવાય છે. એ જ રીતે, આ સંસારમાં સહુ જીવો અનેક પ્રકારે જન્મ, જરા, મરણ આદિ દુ:ખોથી પીડા પામે છે, તેઓ સત્યધર્મનું આચરણ તથા પાલન કરી, સર્વ દુઃખોનો આત્યંતિક ક્ષય કરી, શુધ્ધ, બુદ્ધ, મુક્ત અને
૧૨)