________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
દુરુપયોગ કરી, સ્વચ્છંદે વર્તી, અનેક દોષો કરી પાછો અસંશી થઈ નીચે ઊતરી જાય છે. આમ સુખદુઃખનાં અને ચડઊતરનાં ભીષણ ચક્રોમાં તે સતત ભીંસાતો રહે છે. આવું અનેક કષ્ટોથી ભરેલું અને ભયાકુળ કરનારું સંસારનું સ્વરૂપ છે. આ જાતનાં પરિભ્રમણ કરતાં કરતાં જ્યારે તેને સદ્ગુરુરૂપી માર્ગદર્શક ભોમિયા મળે છે ત્યારે તેમની કૃપાથી તેને આવા દુ:ખમય પરિભ્રમણથી છૂટવાના ભાવ જાગે છે. અનિત્યતા, અશરણતા તથા અશુચિથી ભરેલા આ સંસારથી છૂટી સર્વાંગી સુખી થવાનો અભિલાષ તે પામે છે. તેને એવી સામાન્ય સમજણ આવે છે કે સુખી થવા માટે એકત્વ તથા અન્યત્વ ભાવનાથી વિભૂષિત કરનાર તથા અહિંસા, સંયમ અને તપથી રક્ષાયેલા ધર્મનું પાલન કરવું એ જ એક સર્વોત્કૃષ્ટ ઉપાય છે.
આ
જ્યારે દુ:ખથી છૂટી, શાશ્વત સુખ મેળવવાનો પુરુષાર્થ કરવાની ભાવના જીવમાં જાગૃત થાય છે ત્યારે તેને સ્વાભાવિકપણે જિજ્ઞાસા થાય છે કે આવી દુઃખમય દશા કેટલા કાળથી ભોગવતો આવ્યો છે! શ્રી સદ્ગુરુ દ્વારા તેને સમાધાન મળે છે કે આ સ્થિતિ તેને સંસાર ભજવાના આરંભકાળથી જ ભોગવવી પડી છે, કારણ કે જગતમાં સંસારી પ્રાણીઓને મોહ તથા રાગદ્વેષાદિ વિકારી ભાવો અનાદિથી વર્તે છે. અને આ ભાવો સ્વયં દુઃખસ્વરૂપ અને દુઃખનાં કારણરૂપ છે. આ વિધાનની પ્રતીતિ જીવને આ સંસારમાં જીવો જે રીતે કષાયયુક્ત થઈને વર્તે છે તેમાંથી મળી રહે છે. જે કોઈ સારાં વા નરસાં નિમિત્ત મળે તેનાં અનુસંધાનમાં જીવ રાગદ્વેષનાં બંધનમાં પડી દુ:ખ તથા કષ્ટ ઉપાર્જન કર્યા જ કરે છે. તેના પ્રતિપક્ષે જે સદ્ગુરુ કે સત્પુરુષની ઓળખ તેને થઈ છે તેમનાં શાંતિ, સમતા, ક્ષમા આદિ ગુણો તેને ખૂબ આકર્ષે છે. એટલું જ નહિ, પણ પોતે આવી સ્વરૂપશાંતિ માણે એવી મહેચ્છા વર્ધમાન કરે છે. પરિણામે તે સદ્ગુરુનાં શરણે જઈ ધર્મને યથાર્થ રીતે સમજવાનો અને પાળવાનો સભાન પ્રયત્ન શરૂ કરે છે.
ચારે ગતિમાં રખડતા જીવને અધોગતિમાં જતો અટકાવે, અશુભથી ૨ક્ષે અને સર્વ પ્રકારનાં દુઃખ અને દર્દથી છોડાવી શાશ્વત સુખની પ્રાપ્તિ સુધી પહોંચાડે તેનું નામ ધર્મ. આ શાશ્વત સુખ ત્યારે પ્રગટ થાય જ્યારે આત્મા પોતાના મૂળ સ્વભાવને
૧૧૯