________________
કેવળી પ્રભુનો સાથ
ક્રોડ કુળને વિશે ભમ્યા કર્યો છે, અને પ્રત્યેક ક્ષેત્રમાં તેણે જન્મ, જરા, રોગ, શોક તથા મૃત્યુનાં ભયંકર દુ:ખો ભોગવ્યાં છે. જેમ જન્મમરણ વિનાનું કોઈ ક્ષેત્ર ખાલી રહ્યું નથી, તેમ કોઈ જાતિ, કુળ, ગોત્ર, યોનિ કે નામ એવું નથી રહેવા દીધું કે જ્યાં જીવે અનેક જન્મમરણ કર્યાં ન હોય. વળી, આ લોકમાં અનંતાનંત જીવો છે, તે બધા સાથે તેણે કોઈ ને કોઈ પ્રકારના ઋણાનુબંધ બાંધ્યા છે, અને છોડયા છે; આ જગતમાં ભમતો હોય એવો એક પણ જીવ બાકી નથી રહ્યો કે જેની સાથે તેનો સંબંધ બંધાયો ન હોય. તેણે અન્ય જીવો સાથે માતા-પિતા, ભાઇ-બહેન, પતિ-પત્ની, પુત્ર-પુત્રી, કાકા-કાકી, મામા-મામી, માસા-માસી, ફોઈ-ફૂવા, સાસુ-સસરા, જેઠ-જેઠાણી, દેરદેરાણી, નણંદ-નણદોઈ, મિત્ર આદિ અનેક સ્વરૂપે સગપણ બાંધ્યાં છે, તથા છોડયાં છે. એક બાજુથી જીવ નવા નવા જીવો સાથે સગપણ બાંધતો જાય છે અને બીજી બાજુથી પૂર્વે બાંધેલા સંબંધને ભોગવી તેને છોડતો જાય છે. આમ વણઝાર ચાલ્યા જ કરે છે. આ જાતની રખડપાટ કરતાં કરતાં જીવે અનેક કાળપરિવર્તન, અનેક ક્ષેત્ર પરિવર્તન, અનેક ભાવ પરિવર્તન, અનેક ભવ પરિવર્તન કર્યાં છે. જે કરતાં અનંત અવસર્પિણી અને અનંત ઉત્સર્પિણી રૂપ અનંત કાળચક્ર પસાર થઈ ગયાં છે. અને આ રીતે અનેક પુદ્ગલ પરાવર્તન કાળ પણ વહી ચૂક્યો છે. જીવે નાનામાં નાનાં અંતર્મુહૂર્તકાળનાં આયુષ્યથી શરૂ કરી એક એક સમયની વૃદ્ધિ સાથેના ઉત્કૃષ્ટ આયુષ્ય સુધીનાં પ્રત્યેક ગતિનાં પ્રત્યેક આયુષ્યનો ભોગવટો અનેક વખત કર્યો છે. જે જીવનાં પરિભ્રમણના દીર્ઘકાળને સૂચવે છે. વળી, ચારે ગતિનાં પ્રત્યેક દુઃખ તેણે અનેકવાર ભોગવ્યાં છે. તિર્યંચ ગતિમાં નિગોદની અવસ્થામાં અતિસૂક્ષ્મ એવા એક બારિક શરીરમાં અનેક આત્માઓ સાથે એ જીવ રહી ચૂક્યો છે, અને કેટલીકવાર એક સૂક્ષ્મ શરીરમાં એક જ જીવ રહે તેવી પ્રત્યેકકાયરૂપે પણ રહ્યો છે. અનેકકાય અને એકકાય જેવી સ્થિતિમાં અનેકવિધ કષ્ટ તેણે વેદ્યાં છે. આવી અવર્ણનીય કષ્ટકારી એકેંદ્રિયની સ્થિતિમાંથી આગળ વધી વધુ ઇન્દ્રિયવાળી સ્થિતિમાં પણ તેણે અકલ્પ્ય કષ્ટો ભોગવ્યાં છે.
આમ ભમતાં ભમતાં જીવ જ્યારે સંજ્ઞીપંચેન્દ્રિયપણાની અવસ્થા સુધી પહોંચે છે ત્યારે તે સમજપૂર્વકના ભાવ કરી શકવાની સ્થિતિ મેળવે છે. મળેલી સ્વતંત્રતાનો તે
૧૧૮