________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
આદિ પરિવાર તથા ધનાદિ પરિગ્રહથી જુદાંપણું હોય જ તેમાં કંઈ વિશેષતા નથી. આમાં જુદાંપણાનો જે ભેદ છે તે પરસ્પરનાં લક્ષણનાં વિલક્ષણપણાથી જાણવા યોગ્ય છે. પોતાના આત્માના સ્વભાવને દેહાદિક ભાવની સાથે સરખાવતાં તે સાક્ષાત્પણે જણાય છે. દેહાદિ પદાર્થો ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે ત્યારે આત્મા ઇન્દ્રિયથી અગોચર છે, તે અનુભવગોચર છે. તેથી તેઓનું એકત્વ કેવી રીતે સંભવી શકે?
અહીં આપણને પ્રશ્ન સંભવી શકે છે કે દેહને પ્રહાર થાય અથવા રોગાદિની પીડા થાય ત્યારે દેહ અને આત્મા બંને અલગ હોવા છતાં જીવને પીડા શા માટે થાય છે? ઉપલક દૃષ્ટિથી આ વાત સાચી લાગે છે, પરંતુ તેનું સમાધાન એ છે કે જ્યાં સુધી જીવને દેહ તથા આત્મા વચ્ચે ભેદબુદ્ધિ પ્રાપ્ત થઈ નથી, અને જીવ દેહમાં આત્મભાવે પ્રવર્તે છે ત્યાં સુધી, દેહ પર પ્રહારાદિ થવાથી જીવને પીડા થાય છે, અને જેમ જેમ જીવની દેહાત્મબુદ્ધિ ક્ષીણ થતી જાય છે તેમ તેમ જીવને, દેહાદિ પર પ્રહાર થવા છતાં પણ પીડાની અનુભૂતિ ઘટતી જાય છે. જીવ દેહ સાથે કાયમ માટે રહી શકતો નથી. એ ભેદને યથાર્થ રીતે જાણનાર સંસાર સંબંધી અશાતાથી મુંઝાતો નથી. જીવ જેટલા જેટલા સંબંધો આત્મીયપણાથી બાંધે છે અને પ્રિય માને છે, તેટલા તેટલા શોકના ખીલાઓ તેના હ્રદયમાં ખોડાય છે. તેથી સર્વ પદાર્થો આત્માથી જુદા જ છે, તે પ્રમાણે જાણીને અન્યત્વબુદ્ધિ પ્રાપ્ત થઈ છે એવા માણસને કોઈ પણ વસ્તુનો નાશ થવા છતાં તત્ત્વમાર્ગે મોહ થતો નથી. અને એ જીવ મમતારૂપી પાશને નિવારી થોડા કાળમાં શુદ્ધ થઈ સંસારને તરી જાય છે.
સંસારનું સ્વરૂપ – સંસાર ભાવના ચતુર્ગતિરૂપ આ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં જીવ સતત અનિત્યતા, અશરણતા, અશુચિ, એકત્વ તથા અન્યત્વપણાનો અનુભવ કરતો રહે છે. આ લોકમાં જીવે એટલા લાંબા ગાળાથી પરિભ્રમણ કર્યું છે કે લોકનું એક નાનામાં નાનું ક્ષેત્ર પણ બચ્યું નથી કે
જ્યાં જીવે જન્મ તથા મૃત્યુનો અનુભવ કર્યો ન હોય. પોતાનાં કર્મના પ્રભાવથી તે ચાર ગતિ, ચોવીશ દંડક, ચોરાશી લાખ જીવયોનિ અને એક ક્રોડાક્રોડી સાડી સતાણું લાખ
૧૧૭