________________
કેવળી પ્રભુનો સાથ
અને અવસર્પિણી નામથી ઓળખવામાં આવે છે. અન્ય ધર્મમાં સત્યુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલિયુગ રૂપે ઊતરતા કાળને ઓળખવામાં આવે છે. ઉત્સર્પિણી કાળમાં ક્રમે ક્રમે સગુણો અને સુવિધાઓની વૃદ્ધિ થતી જાય છે, ત્યારે અવસર્પિણી કાળમાં ક્રમથી સગુણો અને સુવિધાઓનો હ્રાસ થાય છે. અવસર્પિણી કાળના અંતમાં લોકો અનાર્ય બની હિંસક થઈ જાય છે અને ઊતરતા કાળના એકવીસ હજાર વર્ષ તથા ચડતા કાળનાં એકવીસ હજાર વર્ષ મળી બેતાલીસ હજાર વર્ષ માટે ભૂમિ ધર્મવિહોણી થઈ જાય છે. પછી ચડતા કાળનો ધર્મોત્થાનનો સમય આવે છે ત્યારે સાત અઠવાડિયા સુધી ધરતી પર વિવિધ પ્રકારની વૃષ્ટિઓ થાય છે, ધરતી રસકસવાળી બનતી જાય છે, જેનાં ફળરૂપે સુકાળ આવે છે અને લોકોમાં અહિંસક આર્યવૃત્તિનો ઉદય થાય છે. ગુણવૃદ્ધિ શરૂ થાય છે, ધર્મનો ઉદય અને પ્રારંભ થાય છે, અને તેવાં વાતાવરણમાં પર્યુષણ પર્વની આરાધના થાય છે. આ પ્રકારે દરેક ઉત્સર્પિણી કાળમાં આ મહાપર્વ શરૂ થતું જણાય છે.
આ કથા તો પ્રત્યેક ઉત્સર્પિણી કાળમાં આ મહાપર્વનો પુન: આરંભ કેવી રીતે થાય છે તે બતાવે છે. આ કથા પણ શાશ્વત છે, જેનું પુનરાવર્તન થયા જ કરવાનું છે. અવસર્પિણીના પાંચમા આરાના અંતમાં ધર્મનો હ્રાસ થાય છે ત્યારે પર્વોત્સવ બંધ થાય છે, અને ઉત્સર્પિણીના બીજા આરાના આરંભમાં સદ્ગણોનો સદ્ભાવ થાય છે ત્યારે તે મહાપર્વ ઉજવવાનું શરૂ થાય છે. વસ્તુતઃ આ યુગારંભની વાત છે, પર્વના પ્રારંભની નહિ. આ પર્વ તો અનાદિ અનંત જ છે.
આ પર્વની અનાદિ અનંતતા બીજી રીતે પણ વિચારી શકાય. જ્યારથી આ જીવ છે ત્યારથી તે ક્રોધાદિ વિકારોથી સંયુક્ત છે. આ જ કારણે તે જ્ઞાનાનંદ સ્વભાવવાળો હોવા છતાં તે અજ્ઞાની અને દુઃખી છે. જ્યારથી તે દુઃખી છે ત્યારથી તેને સુખની જરૂરિયાત પણ છે, કેમકે સર્વ જીવો અનાદિકાળથી છે, તેથી સુખનાં કારણરૂપ સત્યધર્મની જરૂરિયાત પણ અનાદિથી જ રહેલી છે.
યોગ્ય ધર્મપાલન કરીને આજસુધીમાં અનંત જીવો ક્ષમાદિ ભાવે આત્માનું અવલંબન લઈને ક્રોધાદિથી મુક્તિ પામ્યા છે, તો પણ એનાથી અનંતગણા જીવો
૧૬