________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
જે પર્વ ઘટના વિશેષ કે વ્યક્તિવિશેષ સાથે સંબંધિત નથી, પરંતુ અનેક જીવોથી અને એમના ભાવોથી એકસરખી રીતે સંબંધિત હોય તેવા પર્વે જ સાર્વભૌમ અને સર્વકાલિક કે ત્રિકાલિક હોઈ શકે છે, આથી તે પર્વ શાશ્વત છે, સર્વનાં છે અને સદાય પ્રવર્તનાર છે. આમ વિચારતાં પર્યુષણાદિ પર્વ એ સર્વનાં છે. ભલે પછી સમાજનો અમુક જ ભાગ આ પર્વની ઉજવણી કરતો હોય. આ પર્વ એ સાંપ્રદાયિક પર્વ નથી કારણ કે એનો આધાર સાર્વજનિક છે. વિકારી ભાવોનો ત્યાગ અને ઉત્તમ ભાવોનું ગ્રહણ એ જ તેનો ઉદ્દેશ અને આધાર છે, જે સર્વને એકસરખી રીતે હિતકારી છે. આથી આવાં પર્વો માત્ર જૈનોનાં જ નહિ, પણ સર્વજનોનાં છે. આવાં પર્વને સહુનાં ગણવાનું એક બીજું પણ કારણ છે. બધાં જ પ્રાણીઓ સુખી થવા ઇચ્છે છે, અને દુઃખથી ડરે છે. દુઃખનું મૂળ જેમાં રહેલું છે એવાં રાગ, દ્વેષ અને અજ્ઞાનના ત્યાગ માટેનાં આ પર્વો ઘડાયાં છે. એ ત્રણે દુર્ગુણોનો ત્યાગ થતાં આત્મામાંથી સુખ નિષ્પન્ન થાય છે, જે સર્વને ગ્રાહ્ય છે. તેથી સર્વને સુખકારી અને સન્માર્ગદર્શક પવિત્ર ધર્મનું આરાધન આ પર્વમાં થતું હોવાથી આ પર્વને સર્વ સાથે સંબંધ ધરાવતું કહી શકાય.
આ પર્વ સાર્વભૌમિક છે, કારણ કે સર્વ ક્ષેત્રોમાં ક્રોધાદિ કષાય ભાવોને બૂરા, અહિતકારી માનવામાં આવે છે, અને ક્ષમાદિ ઉત્તમ ભાવોને ભલા તથા હિતકારી માનવામાં આવે છે. આ જ કારણથી આ પર્વ સર્વકાલીન પણ છે. કોઈ કાળ એવો નથી કે જેમાં ક્રોધાદિ ભાવોને હેય અને ક્ષમાદિ ભાવોને ઉપાદેય માનવામાં ન
આવ્યા હોય, અર્થાત્ તેની ઉપાદેયતા સર્વ કાળને માટે અસંદિગ્ધ છે. આ કારણથી આવા ધર્મમય પર્વને સાર્વભૌમિક અને સર્વકાલીન કહ્યાં છે. તેમાંથી નિષ્પન્ન થતા શાશ્વત સુખના માર્ગની ઉપયોગીતાના કારણે આ મહાપર્વોની ગણના શાશ્વત પર્વોમાં થાય છે.
અહીં કોઈને સવાલ થાય કે પર્યુષણ પર્વ જો ત્રિકાલિક છે, અનાદિ અનંત છે, તો પછી તેનો આરંભ થવાની કથા શાસ્ત્રોમાં કેમ જોવા મળે છે? કાળચક્રનાં પરિવર્તનમાં કેટલાંક સ્વાભાવિક ચઢાણ અને ઊતરાણ આવે છે. જેને જૈન પરિભાષામાં ઉત્સર્પિણી
૧૦૫