________________
કેવળી પ્રભુનો સાથ
રહીને, વ્રતનિયમ પાળીને, સ્વાધ્યાય તથા તત્ત્વચર્ચામાં દિવસનો મોટોભાગ પસાર કરીને કરવામાં આવે છે. આ રીતે પર્વ ઉજવનાર સર્વ જીવો કંઈ ને કંઈ ત્યાગ-વૈરાગ ધારણ કરે છે; દાન આપે છે, અને અનેક પ્રકારનાં ધાર્મિક કાર્યોમાં પરોવાયેલા રહે છે.
પર્વ બે પ્રકારે છે: ૧. તત્કાલિક અને ૨. ત્રિકાલિક – અથવા શાશ્વત. પહેલું તત્કાલિક પર્વ બે પ્રકારે છે: વ્યક્તિવિશેષ સાથે સંબંધિત અને ઘટના વિશેષ સાથે સંબંધિત. મહાવીર જયંતિ મહાવીર પ્રભુના જન્મ સાથે સંબંધ ધરાવે છે, રામનવમી અને જન્માષ્ટમી અનુક્રમે શ્રી રામ તથા શ્રી કૃષ્ણના જન્મ સાથે સંબંધિત છે. ઘટના વિશેષ સાથે સંબંધ ધરાવનાર પર્વોમાં રક્ષાબંધન, હોળી, અક્ષયતૃતિયા વગેરે આવે છે. તે પર્વો પ્રસિદ્ધ પૌરાણિક ઘટનાઓ સાથે સંબંધ ધરાવે છે.
ત્રિકાલિક અથવા શાશ્વત પર્વ કોઈ વ્યક્તિવિશેષ કે ઘટનાવિશેષ સાથે સંબંધિત હોતું નથી. તે સામાન્યપણે આધ્યાત્મિક ભાવોથી સંબંધિત હોય છે. પર્યુષણ પર્વ, આયંબિલની ઓળી, અધિક માસ આદિ આ પ્રકારનાં ત્રિકાલિક અથવા સર્વકાલીન પર્વો છે, જે સરવાળે આત્માના ક્રોધાદિ વિકારોને શમાવનાર તથા ક્ષમાદિ ગુણોને વિકસાવનારા પર્વ છે.
ઘટના વિશેષ કે વ્યક્તિવિશેષથી સંબંધિત પર્વ નિયમથી અનાદિ કે અનંત હોઈ શકતાં નથી, કેમકે ઘટના કે વ્યક્તિના અસ્તિત્વ પહેલાં એ પર્વની સંભાવના હોઈ જ શકતી નથી, તેથી આ પર્વ સાદિ જ હોય છે. વળી, એ પર્વથી વિશેષ મહત્ત્વપૂર્ણ ઘટના કે વ્યક્તિની સંભાવના થતાં અને કાળ વ્યતીત થતાં જગત તેને યાદ રાખી તેનાં પર્વ ઉજવવા લાગે છે, અને પૂર્વનાં પર્વોની ઉજવણી છોડી દે છે, તેથી આ પર્વો સાંત જ રહે છે. ભૂતકાળની ચોવીશીના પર્વો વર્તમાન ચોવીશી આવતાં મૂકાઈ ગયા, અને ભાવિ ચોવીશી થતાં વર્તમાન ચોવીશીનાં પર્વો છૂટી જશે. આમ ઘટના કે વ્યક્તિ સંબંધિત પર્વો સદાકાળ સાદિ સાત જ હોય છે. ઘટનાઓ કે વ્યક્તિઓ ગમે તેટલા મહત્ત્વપૂર્ણ હોય તો પણ તેઓ સાર્વભૌમ કે સર્વકાલિક થઈ શકતાં નથી, એ બધાંને પોતપોતાનાં ક્ષેત્ર અને કાળની મર્યાદા રહે જ છે.
૧૦૪