________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
હમણાં પણ ક્રોધાદિ વિકારોથી યુક્ત છે, દુઃખી છે. તેથી આજે પણ ધર્મનાં આરાધનની સંપૂર્ણ આવશ્યકતા છે. વળી દૂરવર્તી ભાવિમાં પણ આવા કષાય વિકારોથી ભરેલા દુ:ખી જીવો રહેવાના જ છે, તેથી ભાવિમાં પણ તેની આવશ્યક્તા એટલી ને એટલી જ રહેશે.
ત્રણે લોકમાં સર્વ ક્ષેત્રે ક્રોધાદિ કષાયભાવો દુઃખનાં અને ક્ષમાદિ ગુણો સુખનાં કારણો છે; આથી આ મહાપર્વ શાશ્વત અર્થાત્ ત્રિકાલિક અને સાર્વભૌમિક છે, સહુનું છે. બધા જીવો એની આરાધના ન કરે તો પણ આ પર્વ પોતાની પ્રકૃતિથી જ સહુનું છે, હતું અને રહેશે. પ્રત્યેક ધાર્મિક પર્વનું પ્રયોજન આત્મામાં વૈરાગ્ય અને વીતરાગભાવની વૃદ્ધિ કરવાનું હોય છે; તેમાં પણ આ પર્યુષણ પર્વ વિશેષપણે આત્મગુણોની આરાધના સાથે સંબંધ ધરાવે છે, તેથી આ વીતરાગી પર્વ સંયમ તથા સાધનાનું પર્વ છે. આ પર્વનો પાયો ધર્મ છે, અને “ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે”. એવું પ્રભુનું વચન કેવું યથાર્થ છે તેની જાણકારી આપણે લેવાની છે.
સદ્ધર્મના સંસ્થાપક શ્રી તીર્થંકર પ્રભુ! આપે અનાદિ અનંત એવા આ લોકમાં દુ:ખના દરિયામાં ડૂબી રહેલા આત્માઓને ધર્મનું શરણું આપી, શુધ્ધ, બુદ્ધ અને મુક્ત થવાનો મહાકલ્યાણકારી ઉપાય આપ્યો છે. આપના આ અવર્ણનીય ઉપકારને અમારા અત્યંત વિનયભક્તિ સહિતના નમસ્કાર હો. નમસ્કાર હો.
શ્રી અરિહંત પ્રભુનો અપરંપાર મહિમા ક્યા કારણસર ગવાયો છે, તેની થોડી જાણકારી ગત પ્રકરણમાં આપણે લીધી. તે બધામાં તેમણે સાધુસાધ્વી અને શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, તેમની સહાયતાથી જે ધર્મમાર્ગ ઉત્તમતાએ પ્રવર્તાવ્યો તે ધર્મની ખૂબીઓ, ઉપકાર અને મહાભ્યનો આપણે અભ્યાસ કરીએ તો આપણને જરૂર સમજાય કે તેમણે સ્થાપેલા ધર્મની મંગલતા કેવી ઉત્તમ છે, અને તેનો ઉપકાર કેવો ભવ્ય છે!
ધર્મ શબ્દ અનેક અર્થમાં વપરાય છે. ધર્મ એટલે ફરજ, કે કર્તવ્ય; ધર્મ એટલે સ્વભાવ કે ગુણધર્મ; ધર્મ એટલે સદાચાર કે નીતિ વિષયક તથા મરણ, પરલોક,
૧૦૭