________________
કેવળી પ્રભુનો સાથ
ઇશ્વરાદિ ગૂઢ તત્ત્વો વિષયક જ્ઞાન; ધર્મ એટલે શાસ્ત્રોક્ત વિધિવિધાન તથા વિધિનિષેધ આચાર; ધર્મ એટલે ગુણ તથા લક્ષણ; ધર્મ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાંનો એક; ધર્મ એટલે પુણ્ય, દાનપ્રવૃત્તિ; ધર્મ એટલે સંપ્રદાય વગેરે વગેરે. ધર્મના આમાંના કોઈ એક અર્થને સ્પર્શીને નહિ, પરંતુ તે સર્વના એકત્રિતપણા દ્વારા શ્રી તીર્થકર ભગવંતે આ સંસારનાં અનંત પ્રકારનાં દુઃખોથી આત્યંતિકપણે છૂટી, પરમ સનાતન સુખ મેળવવાનો જે માર્ગ પ્રકાશ્યો છે તે ધર્મ બાબત આપણે વિચારણા કરીએ તો જ સાચા અર્થમાં રહેલી ધર્મની મંગલતા લક્ષમાં આવે.
શ્રી અરિહંત પ્રભુએ બોધેલો ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે. મંગલ એટલે કલ્યાણકારી. મં-પાપ, અર્થાત્ થતા રાગદ્વેષને કારણે નીપજતાં શાતા અને અશાતા, ગલ-ગાળનાર. મંગલ એટલે દુઃખ તથા પાપને ગાળનાર, દૂર કરનાર એવો અર્થ કરી શકાય. પ્રભુએ બોધેલા ધર્મને સમજી આચરવામાં આવે તો તે સર્વ પ્રકારનાં પાપને ગાળી નાખી જીવને પૂર્ણ શુદ્ધિ આપે છે અને તેને સર્વકાળને માટે પૂર્ણ સુખમાં લઈ જાય છે. આથી જેને દુઃખથી, કષ્ટથી અને તે સર્વનાં કારક પાપથી દૂર થવું છે તેને માટે પ્રભુપ્રેરિત ધર્મનું પાલન કરવું એ સર્વોત્કૃષ્ટ ઉપાય છે. ઉત્કૃષ્ટ એટલે સહુથી ઉત્તમ. સર્વોત્કૃષ્ટ એટલે સહુથી વધારે સારો. સર્વ પ્રકારનાં પાપકર્મોથી નિવૃત્ત થવા માટે આ જગતમાં જે જે ઉપાયો પ્રવર્તે છે, તે બધામાં સહુથી સહેલો છતાં ત્વરાથી સારું ફળ આપનારો ઉપાય એ પ્રભુપ્રણીત ધર્મનું પાલન કરવું તે છે.
પૂર્વે નિબંધન કરેલાં પાપકર્મને કારણે જીવને કેટલાય અશાતામય ક્લેશના ઉદય આવે, રોગના પીડાકારક પ્રસંગ આવે, મૃત્યુનાં કે વિયોગનાં દુઃખમાંથી પસાર થવાનાં નિમિત્તો આવે ત્યારે જીવે આ બધાં દુ:ખો પરવશપણે ભોગવવાં જ પડે છે અને આ દુ:ખો ભોગવતી વખતે તેનાં મનમાં ક્રોધ, માન, માયા કે લોભરૂપ કષાય જોર કરી તેને આર્તપરિણામ કરવા પ્રતિ ખેંચી જાય છે, જેને કારણે તે જીવ તે પ્રકારનાં નવીન કર્મબંધ કરી પોતાના સંસારને લંબાવી નાખે છે. જીવનું ચારે ગતિનું ભ્રમણ ચાલુ રહે છે. ઉદ્ભવતા આવાં દુ:ખોથી છૂટવા જીવ તાત્કાલિક ઉપાય તરીકે મોટે ભાગે મંત્ર, તંત્ર, ઔષધ, બાધાઆખડી, બાહ્યથી ધર્મપાલન આદિનો આશ્રય કરે છે. કેટલીક
૧૦૮