________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
વાર જીવને તેમાં ક્ષણિક સફળતા પણ મળે છે, કરેલા ઉપાયોથી વર્તતું દુઃખ દબાય છે કે અમુક કાળ માટે પાછળ ધકેલાય છે. પણ જીવથી તેનાથી સંપૂર્ણપણે છૂટી શકાતું નથી. અને ભાવિમાં તે દુ:ખને વિશેષપણે કે તીવ્રપણે ભોગવવાનો વખત જીવને આવે છે. તેને બદલે શ્રી પ્રભુએ આત્મમાર્ગ દર્શાવીને, પરિભ્રમણથી મુક્ત થવાનો, સંસારનો આત્યંતિક ક્ષય કરી આત્માનાં અનંત સુખમાં સંસ્થાપિત થવાનો ઉપાય કરવા જણાવી જે ઉપકાર કર્યો છે, તે ઉપકારનો અને તે ધર્મ આરાધનનો આપણે અભ્યાસ કરવાનો છે. શ્રી દશવૈકાલિક સૂત્રનાં પહેલાં અધ્યયનનો પહેલો શ્લોક આ પ્રમાણે છે –
धम्मो मंगल मुक्किटुं, अहिंसा संयमो तवो ।
देवावि तं नमसंति, जस्स धम्मो सया मणो || અર્થ: જીવદયામય અહિંસા, ૧૭ પ્રકારના સંયમ અને બાર પ્રકારનાં તપથી સમૃદ્ધ થયેલો ધર્મ તે ઉત્કૃષ્ટ મંગલ છે. જેનું મન હંમેશા ધર્મમાં છે, તેને દેવો પણ વંદન કરે છે.
“ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે' એ વચન માટે શ્રી આનંદઘનજી અને શ્રી યશોવિજયજી વચ્ચે બનેલો પ્રસંગ ઇતિહાસનાં પાને નોંધાયેલો છે. શ્રી યશોવિજયજી મહારાજ કોઈ એક ચાતુર્માસમાં સુંદર વ્યાખ્યાનો આપતા હતા. તે વ્યાખ્યાનો એટલા પ્રભાવશાળી હતાં કે શ્રોતાવર્ગ ડોલી ઊઠતો હતો. પરિણામે દિવસે દિવસે શ્રોતાજનોની સંખ્યા વધતી જતી હતી. શ્રોતાઓનો આવો પ્રતિભાવ અને ઉત્સાહ જોઈ મહારાજશ્રી પણ ખૂબ પ્રસન્ન થતા હતા. આ રીતે ચાતુર્માસના દિવસો બધાંને માટે સંતોષ તથા આનંદથી પસાર થતા જતા હતા. આ અરસામાં શ્રી યશોવિજયજી મહારાજે જોયું કે બહોળા શ્રોતાવર્ગમાં એક વૃદ્ધ માજી પણ છેવાડે બેસી મહારાજની વાણીનું પાન કરતાં હતાં, પરંતુ તેમનાં મુખ પર અન્યશ્રોતાઓ જેવી પ્રસન્નતા વર્તાતી નહોતી. આથી તેમને કૂતુહલ થયું કે માજીને પ્રસન્નતા કેમ અનુભવાતી નથી! વળી, તેમના અવલોકવામાં આવ્યું કે વ્યાખ્યાન પૂરું થાય ત્યારે નારાજી દર્શાવતા હોય એ પ્રકારે માથું
૧૦૯