________________
કેવળી પ્રભુનો સાથ
ધૂણાવી માજી છેલ્લે ઊભા થતાં હતાં. આ દશ્ય જોવાને લીધે તેમની કારણ જાણવાની જિજ્ઞાસા ઘણી વધી ગઈ. છેવટે તેમનાથી ન રહેવાયું એટલે એક દિવસ માજીને ઊભા રાખી આ પ્રકારની નારાજગી થવાનું કારણ અને રહસ્ય જણાવવા તેમણે વિનંતિ કરી. માજીએ તેમને વિનયપૂર્વક જણાવ્યું કે તમારી વાણીમાં ઘણા ગુણો પ્રગટ થાય છે, પણ જાણે તેમાં આત્મા જ ન હોય એવો અનુભવ લાગે છે. આ સાંભળતા જ મહારાજશ્રી એ જિજ્ઞાસાપૂર્વક પૂછયું કે આત્માની આવા પ્રભાવવાળી વાણી તમે કોઈ પાસે સાંભળી છે ખરી? તેના ઉત્તરમાં માજીએ જંગલમાં બિરાજતા શ્રી આનંદઘનજી મહારાજની વાણી આવી ઉત્તમ પ્રકારની છે એવો અભિપ્રાય આપ્યો. પરિણામે શ્રી યશોવિજયજી તેમની વાણીનું પાન કરવા ખૂબ ઉત્સુક થયા, અને ચાતુર્માસ હોવા છતાં પણ વિહાર કરી તેઓ જંગલમાં જ્યાં આનંદઘનજી બિરાજતા હતા ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈ, ખૂબ જ વિનયપૂર્વક તેમણે પોતાની જિજ્ઞાસા આનંદઘનજી પાસે વ્યક્ત કરી.
શ્રી આનંદઘનજી મહારાજે પરીક્ષા કરતા હોય તે પ્રકારે તેમને પૂછયું કે, “તમે શાસ્ત્રો વાંચ્યા છે?” ઉત્તરમાં યશોવિજયજીએ જણાવ્યું કે, “મેં બધાં જ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે.”
આનંદઘનજી મ. – “તમે દશવૈકાલિક સૂત્ર વાંચ્યું છે?” યશોવિજયજી મ. – “હા. મેં બધાં સૂત્રો વાંચ્યાં છે.” આનંદઘનજી મ. – “દશવૈકાલિક સૂત્રનું પ્રથમ અધ્યયન વાંચ્યું છે?” યશોવિજયજી મ. – “હા. આખું સૂત્ર મેં વાંચ્યું છે.” આનંદઘનજી મ. – “દશવૈકાલિક સૂત્રના પહેલાં અધ્યયનનો પહેલો શ્લોક
વાંચ્યો છે?” શ્રી યશોવિજયજી મહારાજ મનમાં અકળાયા. તેમને થયું કે બધું જ વાંચ્યું છે એમ વારંવાર કહેવા છતાં આમ કેમ પૂછયા કરે છે? પરંતુ તેમની જિજ્ઞાસા ખૂબ જ બળવાન હોવાથી, બરાબર વિનય જાળવી તેમણે કહ્યું કે, “એ પહેલો શ્લોક મેં
૧૧૦