________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
વાંચ્યો છે.” તે પછી વિશેષ આગળ વધી આનંદઘનજી મહારાજે તેમને ખૂબ શાંતિથી પૂછયું કે, “પહેલા શ્લોકનું પહેલું ચરણ વાંચ્યું છે?” આ સવાલ સાંભળી યશોવિજયજી મહારાજ મનમાં વધારે અકળાયા, તેમ છતાં એકદમ સંયમ જાળવી જણાવ્યું કે, “હા, મેં પહેલું ચરણ વાંચ્યું છે. ત્યારે આનંદઘનજી મહારાજે એ પહેલું ચરણ બોલવા યશોવિજયજીને જણાવ્યું. તેઓ તરત બોલ્યા કે પહેલું ચરણ આ પ્રમાણે છે, “મ્યો મંતિ મુઘિa૬ ” શ્રી આનંદઘનજી મહારાજે તેનો અર્થ કરવા જણાવ્યું. અર્થ હ્યો કે, “ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે.” તે કઈ રીતે? એમ પૂછવાથી યશોવિજયજીએ એક અપેક્ષાથી તેનો અર્થ કહી બતાવ્યો. તરત જ શ્રી આનંદઘનજીએ કહ્યું કે વિશેષ કંઈ કહી શકશો? તેના ઉત્તરરૂપે બીજી અપેક્ષાથી તેમણે ધર્મની ઉત્કૃષ્ટતા જણાવી. વિશેષ કંઈ? એમ પૂછાતાં ત્રીજી અપેક્ષાનો આશ્રય કરી ધર્મની મંગલતાનું ઉત્કૃષ્ટપણું તેમણે વર્ણવ્યું. પ્રત્યેક વખતે વિશેષતા શ્રી આનંદઘનજી પૂછતા રહ્યા, અને નવી નવી અપેક્ષાનો આશ્રય લઈ યશોવિજયજી ધર્મની મંગલતાનું ઉત્કૃષ્ટપણું વર્ણવતા ગયા. આ રીતે જુદી જુદી બાવન અપેક્ષાથી યશોવિજયજીએ ધર્મની ઉત્કૃષ્ટ મંગલતા વર્ણવી બતાવી.
તે પછી પણ “વિશેષ કંઈ ?” એ પ્રશ્ન આનંદઘનજીએ દોહરાવ્યો. પોતામાં જેટલાં પ્રજ્ઞા અને સમજણ હતાં તે સર્વનો ઉપયોગ શ્રી યશોવિજયજી મહારાજ કરી ચૂક્યા હતા. એનાથી કોઈ વિશેષ જાણકારી તેમનાં લક્ષમાં આવતી નહોતી, તેથી પોતાની અસમર્થતા સ્વીકારી શ્રી આનંદઘનજી મહારાજને જ એ બાબત વિશેષ પ્રકાશ પાડવા તેમણે વિનંતિ કરી. તે પછીથી જુદી જુદી અનેક અપેક્ષાથી ધર્મ એ કેવી રીતે ઉત્કૃષ્ટ મંગલ છે તે બાબત શ્રી આનંદઘનજીએ એકધારા છત્રીસ કલાક સુધી શ્રી યશોવિજયજી સમક્ષ વિવેચન કર્યું હતું.
એમની મધુર, કલ્યાણમયી, અર્થગંભીર અને ઊંડાણભરી વાણી આટલા લાંબા સમય સુધી અખ્ખલિતપણે સાંભળતાં શ્રી યશોવિજયજી મહારાજ ભાવવિભોર અને તૃપ્તિરસમાં તરબોળ થઈ ગયા. મનમાં જે કંઈ રહ્યો સહ્યો માનભાવ અને અહંભાવ હતો તે ઓગળી ગયો, અને તેનું સ્થાન ઉપકારબુદ્ધિએ લઈ લીધું. શ્રી આનંદઘનજી
૧૧૧