________________
કેવળી પ્રભુનો સાથ
પ્રસંગમાં પ્રભુ આમ જ રક્ષણ કરે છે, તેથી જીવને અશુભ કર્મો ભોગવતાં અતિ કષ્ટ થતું નથી. જો જીવ પ્રભુની આજ્ઞા વિરુધ્ધ વર્તે તો જ કષ્ટની કઠિનાઈમાં તે ફસાય છે. મને થતા આ અને આવા અનુભવોથી પ્રભુ પ્રતિનાં મારાં શ્રધ્ધાનમાં ધરખમ વધારો થતો ગયો; સાથે સાથે ધર્મનું મંગલપણું કેવું હોય છે તેની જાણકારી પણ આવતી ગઈ.
એ જ વર્ષમાં એક વખત ઓફિસમાં સાંજના સમયે કામ પૂરું થઈ જતાં શાંતિથી બેસી પ્રભુનું સ્મરણ કરતી હતી. અને તેમના ગુણો વાગોળતી હતી. તેમાં ખૂબ એકાગ્ર થઈ ગઈ. તે વખતે અંદરમાંથી એકદમ મધુર અવાજમાં મને ધ્વનિ સંભળાયો. પૂ. કૃપાળુદેવ મને જણાવતા હતા કે, હું તીર્થકર છું.' જ્યાં સુધી આ વચનની ઘડ મારા મનમાં બરાબર બેઠી નહિ ત્યાં સુધી આ ધ્વનિ ચાલ્યા જ કર્યો. તે પછી તેમણે મને તેમની વર્તમાન દશાની કેટલીક જાણકારી આપી. તેના થકી મને શ્રી અરિહંત પ્રભુ કેવા હોય? તેનો મહિમા શું? તેમનું જગતનું કલ્યાણ કરવામાં શું પ્રદાન છે? વગેરે વિશે સ્પષ્ટ ચિતાર મળ્યો, તાદૃશતા આવી; અને મને તેમની અભુત લાક્ષણિકતા લક્ષગત થઈ. તે પરથી એમના પ્રતિના મારા અહોભાવ, પૂજ્યભાવ, પ્રેમભાવ અને અર્પણભાવમાં કેટલો વધારો થયો હશે તેની કંઈક કલ્પના તમને આવશે. પ્રભુ તરફથી આ જાણકારી આવી તે પહેલાં મને તેમનાં અરિહંતપદની જાણકારી ન હતી. મારી પાત્રતા આવતાં તેમણે મને સ્વયં જાણકારી આપી એને જ મારું અહોભાગ્ય હું સમજું છું.
શ્રી રાજપ્રભુને તીર્થપદની સર્વોત્તમ પદવી તો મળી, પણ તેમણે દેવભવ કુદાવી મનુષ્યમાંથી મનુષ્ય જન્મ મેળવ્યો, બાર વર્ષ જેવી લઘુવયે કેવળજ્ઞાન પ્રગટાવ્યું વગેરે હકીકતો જાણવાથી તેમનાં જીવનનાં રહસ્યો પામવાની મારી તાલાવેલી અતિ પ્રબળ બની ગઈ. રાયચંદભાઈ તરીકેના માનવજીવનમાં તેમણે આવો તે કેવો બળવાન પુરુષાર્થ કર્યો કે જેનાં ફળરૂપે તેમણે આવી ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી. એ જિજ્ઞાસા મારામાં સર્વોપરી બની ગઈ. પરિણામે એ બાજુનો પુરુષાર્થ વધતા તેમનાં વચનોમાંથી ક્રમે ક્રમે રહસ્યો ખૂલતાં ગયાં, અને તેના આધારે તેમનાં જીવનમાં ધર્મનું સર્વોત્કૃષ્ટ
xvi