________________
પ્રોકથન
એ જ અરસામાં આજ્ઞાના અદ્ભુત મહાભ્યને સમજાવતો એક પ્રસંગ બન્યો હતો. એક દિવસ ઉતાવળમાં ભૂલમાં ઘરમાં પહેરવાના ચપ્પલ પહેરીને ઓફિસમાં જવા નીકળી. ઘરના દાદર ઊતરી થોડાં ડગલાં ચાલી ત્યાં તો મારા જમણા પગનું ચપ્પલ તૂટી ગયું. તેની બે પટ્ટીમાંથી એક પટ્ટી છૂટી પડી ગઈ. એટલે મેં ફરીથી ઉપર જઈ ચપ્પલ બદલવાનો વિચાર કર્યો, તો અંદરમાંથી ના આવી. એટલે મેં વિચાર્યું કે ગલીના નાકે મોચી બેઠો છે, તેની પાસે ચપ્પલ સંધાવી ઓફિસે પહોંચી જાઉં. મોચીનાં સ્થાન સુધી પહોંચવામાં, ખાલી અગુંઠાની જ પટ્ટી સાથે ચાલવામાં જરાય તકલીફ લાગી નહિ, તેનું મને આશ્ચર્ય થયું. પણ વિશેષ આશ્ચર્ય તો ત્યારે થયું કે મોચી પાસે ચપ્પલ સંધાવવાની પણ અંદરમાંથી ના આવી. ઓફિસ સુધી પહોંચવામાં, રસ્તામાં ચાર મોચી બેસતા હતા છતાં એક પણ જગ્યાએ મને થોભવા ન દીધી, અને તૂટેલા ચપ્પલે મને ઓફિસમાં પહોંચાડી. મારી ઓફીસ બીજા માળે હતી, તે દાદર ચડતાં પણ તૂટેલા ચપ્પલે જરાય વાંધો ન આવ્યો. બપોરના ઘરે જમવા આવવાનું થયું ત્યાં સુધીમાં અનેક વખત તૂટેલા ચપ્પલે ચાલવાનું અને દાદરની ચડઊતર કરવાનું કામના કારણથી બન્યું. પણ કોઈ તકલીફ થઈ નહિ, એક પણ વખત ચપ્પલ વળ્યું નહિ, પગમાં ઠેસ આવી નહિ, એટલું જ નહિ પણ, સાજા ચપ્પલથી કામ થાય તેવી સરળતાથી બધું થતું રહ્યું. તૂટેલા ચપ્પલ સાથે બપોરે જમવા ઘરે આવી. જમીને એ ચપ્પલ પહેરી બાજુના
બ્લોકમાં રહેતા મારા બા, બાપુજી પાસે આવી, તેમને ત્યાં કૃપાળુદેવનાં ચિત્રપટને ચપ્પલ સહિત મેં વંદન કર્યા. મારા બા કહે, “અરે! સરયુ! આ શું કરે છે? ચપ્પલ પહેરીને ચિત્રપટ સુધી અવાય ?' જવાબ આપ્યો, ‘બા, કૃપાળુદેવની આજ્ઞાથી આમ કર્યું છે, કારણ કે મને ખૂબ જ આશ્ચર્યકારક અનુભવ થયો છે.' આમ જણાવી મેં ઉપર થયેલો અનુભવ તેઓને કહ્યો. આ અનુભવ કહેવાઈ રહ્યો એટલે અંદરમાંથી મને કૃપાળુદેવે કહ્યું, “હવે નીચે જઈ, ચપ્પલ બદલી ઓફિસમાં તું જા.” અને મેં બાબાપુજીની રજા લઈ નીચેના બ્લોકમાં જવા પગ ઉપાડયા. નીચે પહોંચતા સુધીમાં તો ચાર વખત ચપ્પલ વળી ગયું. ઘરમાં જઈ ચપ્પલ બદલી ઓફિસમાં પહોંચી. રસ્તામાં મને પ્રભુએ સમજાવ્યું કે જો સતત પ્રભુની આજ્ઞામાં રહેવામાં આવે તો સર્વ કસોટીના
XV