________________
પ્રાકથન
મંગલપણું ક્યાં અને કેવી રીતે સમાયેલું હતું તેની જાણકારી મને મળતી ગઈ. આમ છતાં કેટલીક બાબત વિશે અજાણપણું પણ પ્રવર્તતું હતું.
મેં એમના સંપર્કમાં રહેલા કેટલાક મુમુક્ષુઓની અનુભવનોંધમાં વાંચ્યું હતું કે તેઓ પુસ્તકો કે ગ્રંથો એટલી ઝડપથી વાંચતા હતા કે આપણને તેઓ પાના ફેરવતા હોય એમ જ લાગે, તેમ છતાં તે સર્વનો સાર તેમની સ્મૃતિમાં સંગ્રહાઈ ગયેલો જ હોય. આ મારી જિજ્ઞાસાનો મોટો કોયડો હતો, કેમકે મને બે પાનાં વાંચતાં તેનાથી અસંખ્યગણો સમય લાગતો હતો. તો તેઓ આટલી ઝડપથી કેવી રીતે વાંચી શકતા હશે તે મારી મોટી મુંઝવણ હતી. આ મુંઝવણ હું તેમની પાસે જિજ્ઞાસાથી રજુ કરતી અને ઉકેલ માગતી. આવું વારંવાર કરી સમાધાન આપવા ખૂબ ભાવથી વિનંતિ કરતી. પરિણામે ઇ.સ.૧૯૬૯માં મને તેનો ખુલાસો અને સમાધાન અનુભવ સાથે મળ્યા. એક દિવસ સાંજના ઓફિસમાં કામ પૂરું થઈ જવાથી હું સ્મરણ કરતી હતી. ત્યાં અંદરથી મને ધ્વનિ સંભળાયો, “સોભાગ પ્રત્યે” નામનું પુસ્તક લે. રોજ બપોરે લંચ સમયે વાંચવા માટે તાજેતરમાં પ્રગટ થયેલું એ પુસ્તક મેં રાખ્યું હતું.
મેં એ પુસ્તક હાથમાં લીધું એટલે તેમણે મને ઘડિયાળમાં સમય જોવા આજ્ઞા કરી. ઘડિયાળમાં પોણા પાંચ થયા હતા. તેમણે મને હાથમાં પેન્સીલ લેવડાવી અને પુસ્તક વાંચવાનું કહ્યું. આ પુસ્તકમાં છપાયેલા સૌભાગભાઈ પર કૃપાળુદેવે લખેલા પત્રો તેઓ મારી પાસે ક્રમથી એક અક્ષર પણ છોડયા વિના વંચાવવા લાગ્યા. વાંચતાં વાંચતાં વચ્ચે વચ્ચે તેઓ તેમના આત્મિક વિકાસને લગતાં કેટલાંક વચનો નીચે લીટી દોરાવતા હતા, ક્યારેક કંઈ દશા સૂચક શબ્દો લખાવતા હતા અને આ રીતે તેઓ તેમનાં જીવન વિશેની સમજણમાં ઊંડાણભર્યો વધારો કરાવતા જતા હતા. આ રીતે એ પુસ્તકના લગભગ ૨૫૦ પાનાં વંચાઈ ગયા. મને કહે, ‘હવે તું ઘડિયાળ જો.” મને તો એમ કે બે થી અઢી કલાક પસાર થઈ ગયા હશે, પણ ઘડિયાળ તો પાંચ વાગ્યાનો સમય બતાવતી હતી. મારાં આશ્ચર્યની અવધિ ન રહી. માત્ર પંદર મિનિટમાં ૨૫૦ પાનાં વંચાય જ શી રીતે? છતાં એમ બન્યું હતું તે હકીકત હતી. મારા આશ્ચર્યને સમાવવા પ્રભુજીએ મને સમજણ આપી કે, “કેમેરામાં જેમ એક સેકંડના સંખ્યામાં
xvii