________________
કેવળી પ્રભુનો સાથ
ભાગમાં આખું ચિત્ર કચકડામાં જડાઈ જાય છે, તેમ ઉપયોગની ખૂબ એકાગ્રતા આવે ત્યારે પુસ્તકનાં બંને પાનાના અક્ષરો અર્થ સાથે આત્મામાં જડાઈ જાય છે, અને તેની સ્મૃતિ પણ રહે છે. એ વખતે જીવની સંજ્ઞા ખૂબ બળવાન થઈ જાય છે. આ રીતે એકાગ્રતાથી વાંચવાથી ઘણી ઘણી ઝડપથી વાંચીને સ્મૃતિ રાખી શકાય છે. જોનારને માત્ર પાના ફેરવતા હોઈએ એમ જ લાગે. હું આ રીતે વાંચતો હતો.' આ સમાધાનકારક ખુલાસાથી મને અતિ અતિ આનંદ તથા ઉલ્લાસ પ્રવર્તયા હતા. અનુભવસહિત સમાધાન આપવા માટે મેં શ્રી પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો હતો. આજે પણ આવો ઉત્તમ અનુભવ કરાવવા માટે એવો જ ઉપકારભાવ મને વર્તે છે. સાથે સાથે હું સખેદ નોંધું છું કે આવો ઝડપી વાંચન કરી સ્મૃતિ રાખવાનો અનુભવ મને બીજી વખત થઈ શકયો નથી, જે મારી જ ખામી ગણી શકાય. અને તે ખામી દૂર કરવા હું શ્રી પ્રભુને સવિનય વિનંતિ કરું છું.
કૃપાળુદેવનાં વચનામૃતનું વાંચન કરવામાં અને તેનાં રહસ્યો જાણવાનો પુરુષાર્થ કરવામાં મને સૌથી વિશેષ આનંદ આવતો હતો, અને આવે છે. જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે વચનામૃત વાંચી આનંદ મેળવતી, પણ જ્યાં “અત્યંતર પરિણામ અવલોકન” વાંચવામાં આવે ત્યારે તેમાંનું ઘણુંખરું મને સમજાતું નહિ, અને તે લખાણ મને મોટાભાગે અસંબદ્ધ જણાતું. તેથી આ પ્રકારનું લખાણ કેવી રીતે થયું હશે, તેની પાછળનો આશય શું હશે તેનું રહસ્ય પામવાની મારી પરમ જિજ્ઞાસા હોવાથી મારા અંતરમાં ખૂબ જ મથામણ ચાલતી હતી. પરંતુ કોઈ ઉકેલ જણાતો ન હતો; તેથી આ રહસ્યનાં દ્વાર ખોલવા હું પ્રભુને પ્રાર્થના તથા વિનંતિ કરતી રહેતી હતી. મને લાગે છે કે આ પ્રાર્થનાના ફળરૂપે “અત્યંતર પરિણામ અવલોકન'ના લખાણનો ખુલાસો આપે એવો એક સરસ અનુભવ મને મંગળવાર તા.૨૪ સપ્ટેમ્બર, ૧૯૬૮ ના રોજ થયો.
તે દિવસે બપોરના મગજમાં કંઈક સૂઝી આવતાં મેં એક કાગળ પર પાંચ મહાવ્રતનાં નામ લખ્યા. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રત લખવા હતાં, પણ ભૂલથી મેં સત્યને બદલે અસત્ય શબ્દ લખી નાખ્યો. લખતાવેંત જ મને પ્રભુ તરફથી ઠપકો મળ્યો, વિરુધ્ધ અર્થ થઈ જાય એ કેટલી મોટી ભૂલ કહેવાય! મેં
xviii