________________
કેવળી પ્રભુનો સાથ
વધારતાં વધારતાં નિભાવી હતી. આવી અદ્ભુત શક્તિ તેમણે વીતરાગપ્રભુને વધારે ને વધારે આજ્ઞાધીન થઈ મેળવી હતી. જ્ઞાનીપુરુષનો જે સનતાન માર્ગ છે, જે માર્ગમાં ધર્મનું મંગલપણું સર્વથા પથરાયેલું છે તે જ માર્ગે ચાલવાનો તેમનો દૃઢ નિરધાર હતો. એ માર્ગના પ્રભાવક એવા જ્ઞાનીપુરુષની ઇચ્છા પ્રમાણે ચાલતાં ચાલતાં, પોતાની સ્વચ્છંદી ઇચ્છાઓનો ત્યાગ કરતાં કરતાં સં. ૧૯૪૭માં ક્ષાયિક સમિકત લેવાની શરૂઆતથી સાતમા ગુણસ્થાનની ઉચ્ચ દશા સુધીનો તેમણે વિકાસ કર્યો હતો. આત્માની શુદ્ધિ જેમ જેમ વધતી ગઈ, તેમ તેમ તેઓ તેનો સદુપયોગ કરી, પોતાનું વીર્ય ખીલવતા ગયા. આ રીતે મેળવેલા પોતાનાં આત્મવીર્યનો ઉપયોગ તેમણે તે પછીનાં વર્ષોમાં બળવાન કર્મોદયને નિરર્થક કરવા માટે, કર્મ સામે અડોલ રહેવા માટે કર્યો હતો. તેમના પુરુષાર્થમાં રહેલી આ શૂરવીરતા તેમનામાં પ્રગટેલાં ધર્મનાં મંગલપણાની શાખ પૂરે છે. અને તેમનાં સમ્યક્ પરાક્રમને ઐતિહાસિક બનાવે છે.
સં. ૧૯૪૭માં આત્મશુદ્ધિ કરવાનું તેમનું લક્ષ અગ્રસ્થાને હતું. તેથી તે વયને અને દશાને અનુકૂળ લાગે તેવો ધન, યશ, કીર્તિ, કુટુંબ, સત્તા આદિ વિશેનો મોહ ગૌણ થતો ગયો હતો. અને તેમની નિસ્પૃહ તથા વીતરાગી થવાની ભાવના દૃઢ થતી ગઈ હતી. આથી આ વર્ષમાં તેમણે અનુભવેલી સાતમા ગુણસ્થાનની વીતરાગતાના આધારે સંસારમાં અલિપ્તભાવથી રહેવાનો પુરુષાર્થ શરૂ કર્યો. આ પુરુષાર્થમાં ઉપાધિના ઉદયે સં. ૧૯૪૮માં વિઘ્નો નાખવાની શરૂઆત કરી. પણ ગતવર્ષમાં મેળવેલી શક્તિના આધારે, જ્ઞાનીના માર્ગે જ ચાલવાના પ્રયત્નથી, જે પ્રસંગો સંસારવૃદ્ધિનાં નિમિત્ત થાય, તે જ પ્રસંગોને તેઓ સંસા૨ક્ષયનાં નિમિત્ત બનાવી શક્યા હતા. પોતાના પુરુષાર્થથી અને આજ્ઞાધીનપણાથી મોહનીય આદિ ઘાતીકર્મો ત્વરાથી નિવૃત્ત કરતા હતા, અને આત્મસ્વરૂપમાં જ એકતાન રહેવાના દેઢ ભાવના આધારથી નવાં ઘાતી કર્મો અલ્પ બાંધતા હતા અને અઘાતી શાતાવેદનીય આદિ શુભ પ્રકારનાં વિશેષ બાંધતા હતા, જે કર્મો તેઓ મુખ્યતાએ શુક્લધ્યાનમાં બાળી, પોતાના આત્માને સતત હળુકર્મ કરતા ગયા હતા. પરિણામે સ્ત્રી, કુટુંબ, વેપાર, ભાગીદારો આદિનો સંગ તેમણે માત્ર પૂર્વકર્મની નિવૃત્તિ માટે જ રાખ્યો
૨૮૮