________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
બળવાન હતો કે જેમ જેમ તેને ખસેડવાની મહેનત તેઓ કરતા હતા, તેમ તેમ તેમની વિકટતા ઘટવાને બદલે વધતી જતી હતી. આવી તેમની સ્થિતિ લગભગ ત્રણ વર્ષ સુધી રહી. અને સં. ૧૯૫૧ની સાલના અંતભાગમાં તેમને લાગ્યું કે હવે આ ઉદયનું ભયંકરપણું ધીમે ધીમે ઘટવા લાગ્યું છે, અને ક્રમથી તે ઉદય પૂરો થઈ જશે. તેમને સં. ૧૯૪૯માં સૂછ્યું હતું કે આવો ઉપાધિયોગ જલદીથી મટવાનો નથી, તે સત્ય થયું. કેમકે સં. ૧૯૫૧ સુધી આ ઉપાધિઓ ચાલુ જ હતી. અને પછી તે ઘટવા માંડનાર છે એ સમજણ પણ સાચી હતી, કારણ કે સં. ૧૯૫રની સાલથી તેમની વ્યવહારની ઉપાધિઓ ઘણી હળવી થઈ ગઈ હતી. અને ત્યારથી તેમની આત્મપ્રવૃત્તિ ઘણી વધવા લાગી હતી.
આ ત્રીજા તબક્કામાં એક બીજો ફેરફાર પણ જોવા મળે છે. વિ. સં. ૧૯૪૬ સુધી તેમણે લખેલા પત્રોમાં દસ્કતની જગ્યાએ તેમનું નામ અને પ્રણામ મોટાભાગે લખાયેલા જોવા મળે છે. ઉદા. રાયચંદના જિનાય નમઃ, રાયચંદના પ્રણામ, રાયચંદના યથોચિત વગેરે વગેરે. પરંતુ સમય જતાં આત્માની ચડતી દશા સાથે તેમની દસ્કત કરવાની રીતમાં પણ ફેરફાર થતો ગયો હતો. દસ્કતની જગ્યાએ આત્મદશાસૂચક વિશેષણોનો ઉપયોગ વધારે જોવા મળે છે. જેમકે મિથ્યા નામધારીના યથા. (આંક ૧૮૩), નિમિત્તમાત્ર (આંક ૧૯૨), ઇતિ શિવમ્ (આંક ૨૦O), આજ્ઞાંકિત (આંક ૨૫૧), ઈશ્વરાર્પણ (આંક ૨૫૯), અપ્રગટ સત્ (આંક ૨૭૨), યથાર્થ બોધસ્વરૂપના યથાર્થ (આંક ૩૦૯), અભિન્ન બોધમયના પ્રણામ પહોંચે (આંક ૩૩૪), લિ. બોધબીજ (આંક ૩૪૨), સમસ્થિતભાવ (આંક ૩પ૬). શ્રી સ્વરૂપના યથાયોગ્ય(આંક ૩૭૧), આત્મસ્થિત(આંક ૪૪૫), વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ(આંક ૪૬૬), આત્મસ્વરૂપ(આંક ૪૮૩), સહજાત્મસ્વરૂપે યથાયોગ્ય (આંક ૬૨૬) વગેરે વગેરે. આ દસ્કતો તેમની ચડતી આત્મદશાનો આપણને નિર્દેશ આપે છે.
તેમનાં જીવનમાં વીતેલાં વર્ષોનું અવલોકન કરતાં આપણને સમજાય છે કે તેમણે વેપારને લગતી તથા સાંસારિક કુટુંબની જવાબદારીઓ નિસ્પૃહતાથી અને આત્મશુદ્ધિ
૨૮૭