________________
કેવળી પ્રભુનો સાથ
“... થોડા જ વખત પહેલાં વ્યવહારને વિશે પણ સ્મૃતિ તીવ્ર હતી તે સ્મૃતિ હવે વ્યવહારને વિશે ક્વચિત જ મંદપણે પ્રવર્તે છે...થોડાં વર્ષો પહેલાં વાણી ઘણું બોલી શકતી, વક્તાપણે કુશળતાથી પ્રવર્તી શકતી, તે હવે મંદપણે અવ્યવસ્થાથી પ્રવર્તે છે..થોડા વખત પહેલાં લેખનશક્તિ અતિ ઉચ્ચ હતી; આજે શું લખવું તે સૂઝતાં સૂઝતાં દિવસના દિવસ વ્યતીત થઈ જાય છે; અને પછી પણ જે કંઈ લખાય છે, તે ઇચ્છેલું અથવા યોગ્ય વ્યવસ્થાવાળું લખાતું નથી; અર્થાત્ એક આત્મપરિણામ સિવાય સર્વ બીજાં પરિણામને વિશે ઉદાસીનપણું વર્તે છે; અને જે કંઈ કરાય છે તે જેવા જોઇએ તેવા ભાનના સોમા અંશથી પણ નથી થતું.” (ચૈત્ર વદ ૧૧, ૧૯૫૧. આંક ૫૮૩)
“વનને વિશે અથવા એકાંતને વિશે સહજસ્વરૂપને અનુભવતો એવો આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઇચ્છા રોકાણી છે.” (વૈશાખ સુદ ૧૯૫૧. આંક ૫૯૨)
ભરપૂર વ્યવહારની પ્રવૃત્તિઓ વચ્ચે રહીને પણ કૃપાળુદેવ લગભગ અસંગદશા મેળવી શક્યા હતા, તે આ વર્ષના પત્રો તથા અહીં લીધેલાં અવતરણોનો અભ્યાસ કરતાં જણાય છે. કઠણાઈના આ વર્ષો વિશે તેમણે ‘સ્વાત્મવૃતાંત’ના કાવ્યમાં લખ્યું છે કે,
—
“ત્યાં આવ્યો રે ઉદય કા૨મો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે પંચ રે, ધન્ય
વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે, ક્રમે કરીને રે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય”
જ્યાં આત્માની શુદ્ધિ પ્રતિદિન વધતી જતી હોય તેવો અનુભવ તેમને સં. ૧૯૪૭માં થતો હતો, તેની જગ્યાએ તેના પછીની સાલમાં પરિગ્રહ અને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જોડાવું પડે તેવો ખૂબ ભારી કર્યોદય આવ્યો. આ ઉદય એટલો
૨૮૬