________________
કેવળી પ્રભુનો સાથ
જાય છે. આવા અકષાયી ભાવના ઉદયને લીધે તે જીવ સર્વ જીવ માટે વિકાસના ભાવ ભાવી શકે છે. અન્ય જીવો તેના માટે શુભભાવ રાખે કે ન રાખે તે માટે તે નિસ્પૃહ બને છે, અને સહુને સન્માર્ગ મળે, આરાધન મળે અને તેઓને પૂર્ણતા પ્રાપ્ત થાય એવી ઇચ્છા પ્રધાનતાએ કરતો જાય છે. પરિણામે સંસારી જીવો પાસેથી તેને બદલો મળે કે ન મળે, પણ તેને તેના ગુરુ પાસેથી જ્ઞાન તથા આરાધનનો મહામૂલ્યવાન ખજાનો મળતો રહેતો હોવાથી તેની સંસારપક્ષી નિસ્પૃહતા વધતી જ જાય છે. આવી ભાવના અને પ્રવૃત્તિ કરતી વખતે જે ઉત્તમ શુભ પરમાણુઓ સહાય છે તેના પ્રભાવથી તે જીવ ઉત્તમ જ્ઞાન તથા આરાધન મેળવવાની ઇચ્છા તેમજ પ્રાર્થના કરી શકે છે. આ પરથી સંસારી જીવોની પ્રક્રિયા કરતાં આ પ્રક્રિયા કેવી રીતે અલગ પડે છે તે સમજાશે.
સંસારમાં પદાર્થની પ્રાપ્તિ કરવાની ઇચ્છાવાળો ઇચ્છુક પહેલાં મેળવવાની ઇચ્છા કરે છે, તે પછીથી તે પ્રાર્થના કે માગણી કરે છે, તે માગણીથી પ્રેરાઈને દાતા દાન કરે છે. પરમાર્થમાં દાતાના બળવાન કલ્યાણભાવથી પ્રેરાઈને ઇચ્છુક જ્ઞાન તથા આરાધન પામવા પાત્રતા કેળવે છે, અને પ્રાર્થના કરતાં શીખે છે. બીજી રીતે કહીએ તો સંસારમાં ઇચ્છુકની ઇચ્છા વધારે બળવાન હોય છે, અને પરમાર્થમાં દાતાની ઇચ્છા વધારે બળવાન હોય છે. આવી અપૂર્વ લાક્ષણિકતાને કારણે ઇચ્છુક પરમાર્થ પામવા માટે પ્રાર્થના કરે છે ત્યારે તેનો આત્મા પ્રમાણમાં મંદકષાયી થાય છે, કારણ કે તેનામાં આવા ભાવ શ્રી સત્પરુષના શુભ કલ્યાણભાવના સ્પર્શથી થયા હોય છે. એ જ રીતે જ્ઞાનના દાતા દાન કરે છે ત્યારે તેઓ પણ ઘણા મંદકષાયી થયા હોય છે, કેમકે એમનું એ જ્ઞાનદાન પૂર્વના જ્ઞાનીઓએ વેદલા શુભ અને શુદ્ધ ભાવના પરમાણુઓથી અલંકૃત હોય છે.
આ પ્રક્રિયાને કારણે લેનાર તથા દેનાર બંનેમાં સમપણું રહે છે. લેનારને વિશેષ માગવાની ઇચ્છા થતી નથી, દેનારને કંઈ છૂપાવવાની ઇચ્છા રહેતી નથી. પરિણામે લેનારમાં દાતા પ્રતિનો અહોભાવ વધતો જાય છે, અને દાતારમાં લેનાર માટે નિસ્પૃહતા વધતી જાય છે. જો કદી દાતા કે ઇચ્છુકની પરમાર્થ માર્ગમાં સ્પૃહા
૩૮૨