________________
કેવળી પ્રભુનો સાથ
તાલાવેલી બળવાન થતી હતી, વળી, આ ઝૂરણાનાં પરિણામે આત્માનાં અકથ્ય સામર્થ્યનો અનુભવ પણ તેમને થતો હતો. તે દ્વારા તેમને કર્મ સિદ્ધાંતની સ્પષ્ટતા થવાથી સમજાયું કે આ જગતનો સંચાલક “સંસારી જીવ છે અને નહિ કે શુધ્ધ વીતરાગી ઈશ્વર. જગતના જીવો અને વીતરાગી ઈશ્વરનું સ્વરૂપ સમજાવાથી તેમનું વીતરાગતાનું આકર્ષણ વધી ગયું. પરભાવના કર્તાભોકતા થવા કરતાં સ્વભાવના કર્તાભોકતા થવાનું લક્ષ બંધાતું ગયું, જેથી ‘મારે પ્રભુ જેવા શુધ્ધ થવું છે એ પોતાનાં લક્ષનો યુવકાંટો તેમને માટે થયો. આ ધ્યેય બંધાવા માટે આંતરનિમિત્તમાં તેમની યથાયોગ્ય પાત્રતા અને બાહ્યનિમિત્તમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ તથા તેમને થયેલું જાતિસ્મૃતિજ્ઞાન હતાં. કેટલાક ભવ્ય જીવોમાં આ ધ્યેય બંધાવા માટે સગુરુ તથા સત્પરુષ નિમિત્ત થતા હોય છે, પરંતુ કૃપાળુદેવને એવો પ્રત્યક્ષ યોગ ન હોવાને કારણે ઉપરનાં નિમિતથી જ કાર્યસિદ્ધિ થઈ હતી. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ કમઠના ઉપસર્ગ વખતે જાળવેલી સમતા તથા એ જ વખતે ધરણંદ્ર તથા પદ્માવતીએ રક્ષણ કરવારૂપ આપેલી શાતામાં જાળવેલી નિસ્પૃહતાની અસર શ્રી કૃપાળુદેવ પર ઘણી બળવાનપણે થઈ હતી. શ્રી વીતરાગ પ્રભુની મુદ્રા તેમના પર શાંતિ તથા શીતળતા પાથરતી રહેતી હોય તેવી અનુભૂતિ તેમને આવતી હતી. તેમને લાગતું હતું કે જે સંજોગોમાં પોતે સ્થિર રહી શકતા નથી, તેનાથી અનેક પ્રકારે વિષમ સંજોગોમાં પણ પ્રભુનો આત્મા ઘણો વધારે સ્થિર રહી શક્યો હતો, તેમની એ ઘણી મહાનતા હતી. આ મહાનતાને લીધે તેમને પ્રભુ પ્રતિ બળવાન અહોભાવ અને પૂજ્યભાવ વેદાતા હતા. આવા ઉત્તમ ભાવને કારણે તેઓ ભક્તિની એક વિશેષ શ્રેણિ ચડ્યા. આ અને આવી આંતરપ્રક્રિયાના પ્રભાવથી જેમ સાધકને વિશ્વાસ આવે છે કે, “મને પ્રભુની કૃપાથી અને ગુરુની કૃપાથી સિદ્ધિ મળવાની જ છે,” તેમ શ્રી કૃપાળુદેવમાં આ વર્ષના આસો માસમાં આ જાતનો વિશ્વાસ થતો જોવા મળે છે.
“પ્રભાતમાં વહેલો ઊઠયો, ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્યા જ કરતો હતો. તેવામાં પદ મળ્યું; અને મૂળપદનું અતિશય સ્મરણ થયું; એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દ કેમ કરી શકાય? દિવસના બાર બજ્યા
૨૪૨