________________
કેવળી પ્રભુનો સાથ
“ત્રણ વર્ષના ઉપાધિયોગથી ઉત્પન્ન થયો એવો વિક્ષેપભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. દઢ વૈરાગ્યવાન ચિત્તને જે પ્રવૃત્તિ બાધ કરી શકે એવી છે, તે પ્રવૃત્તિ અદઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે એમાં આશ્ચર્ય નથી.” (માગશર, ૧૯૫૧. આંક ૫૫૧) “.. સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે, અને તેવી ઉપાધિ સહન કરવા યોગ્ય એવું હાલ મારું ચિત્ત નથી. નિરૂપાયતા સિવાય કંઇ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું નથી; અને જે વ્યાપાર વ્યવહારની નિરુપાયતા છે, તેથી પણ નિવૃત્ત થવાની ચિંતના રહ્યા કરે છે, તેમ ચિત્તમાં બીજાને બોધ કરવા યોગ્ય એટલી મારી યોગ્યતા હાલ મને લાગતી નથી; કેમકે જ્યાં સુધી સર્વ પ્રકારનાં વિષમ સ્થાનકોમાં સમવૃત્તિ ન થાય ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી, અને જ્યાં સુધી તેમ હોય ત્યાં સુધી તો નિજ અભ્યાસની રક્ષા કરવી ઘટે છે, અને હાલ તે પ્રકારની મારી સ્થિતિ હોવાથી હું આમ વતું તે ક્ષમા યોગ્ય છે.” (પોષ વદ ૧૦, ૧૯૫૧. આંક ૫૫૮)
આ વર્ષમાં તેમણે લખેલા ઉપર મુજબના પત્રો પરથી આપણને સમજાય છે કે તેઓ વ્યાવહારિક પ્રસંગોમાં સક્રિય ભાગ લેવાનું બંધ કરવાના વિચાર પર આવી ગયા હતા, સાથે સાથે વ્યાવહારિક જીવોનો સંગ જેમ બને તેમ ઓછો કરતા જવાની તેમની ઇચ્છા હતી. આ સ્થિતિની વિચારણા કરતાં આપણને સમજાય છે કે તેમને અશાતાના ઉદયોના નકાર સાથે શાતાના ઉદયોનો નકાર પણ વધતો જતો હતો. વળી, ત્રણ વર્ષથી જે ઉપાધિયોગ તેમને ચાલતો હતો તેના થાકથી નિવૃત્તિ લેવાના ભાવ પણ એમનાં વચનોમાં જોવા મળે છે. તેમની મુખ્ય ઇચ્છા માત્ર સમભાવથી જ રહી, સર્વ શુભાશુભ કર્મથી છૂટવાની હતી. તેમ છતાં તેઓ સંસારનો આવો નિભાવ શા કારણથી કરતા હતા તેની સમજણ તેમણે શ્રી સૌભાગભાઈને આપી હતી, તે મનનીય છે, -
“જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહિ, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તિવારૂપ પરિણામને
૨૮૨