________________
કેવળી પ્રભુનો સાથ
પ્રવર્તતા તપનો જ ઉપયોગ કર્યો હતો તે મહા અદ્ભુત હતો. પોતાની મતિકલ્પના કે સ્વચ્છેદથી તેઓ ક્યાંય કે ક્યારેય વર્તતા ન હતા. જ્ઞાનીપુરુષોનો જે સનાતન માર્ગ છે, તે જ માર્ગને ઓળખી, જાણી, અનુભવી, તેનું સતત પાલન કરવા તેઓ પૂરા પ્રયત્નવાન રહ્યા હતા.
આજ્ઞાપાલનથી તથા સ્વચ્છંદ નિરોધથી તેઓ ઊંડા ધ્યાનમાં વધારે ને વધારે જઈ શકતા હતા; તેથી તેમનાં મોહનીય કર્મનાં ચૂરેચૂરા થતા જતા હતા. પરિણામે તેમની સંસારની સુખેચ્છા તથા સુખબુદ્ધિ સાવ મૃતઃપાય થઈ ગઈ હતી. આથી તેમનું જ્ઞાનાવરણ તૂટી જ્ઞાનનો ઉઘાડ વધતો ગયો હતો. તેની સાથોસાથ વ્યવહારશુદ્ધિની જાળવણી હોવાથી તેમનું દર્શનાવરણ પણ એટલું જ ઓછું થઈ ગયું હતું. તેથી ભૂતકાળ અને ભવિષ્યકાળની જાણકારી વધતી ગઈ, મારાતારાના ભેદની જગ્યાએ તેમને સમાનભાવ આવતો ગયો. સમાનભાવ વધવાને લીધે રાગદ્વેષની અલ્પતા અને સ્વરૂપસ્થિતિ પણ વધ્યાં. નવાં મોહનીય કર્મોનો આશ્રવ ઘટયો, આ બધાંને લીધે તેઓ શુકુલધ્યાનમાં ખૂબ ઝડપથી આગળ વધ્યા; અને તેમની વીતરાગતા એટલી જ ઘટ્ટ બની.
તેમની બાબતમાં આવી પ્રક્રિયા થતી હતી. તેઓ શુક્લધ્યાનમાંથી બહાર આવે ત્યારે સંસારની સુખબુદ્ધિ ક્ષીણ થઈ હોવાથી સંસારી પ્રવૃત્તિમાં તેઓ આત્મભાવથી જોડાતા નહિ. પરિણામે જ્ઞાન તથા દર્શનનાં આવરણો હળવાં રહેતાં. હળવાં આવરણનો લાભ લઈ તેમણે ઉચ્ચ આત્મદશા તથા ઉત્તમ ચારિત્ર ખીલવવાનો સફળ પુરુષાર્થ કર્યો. વ્યવહારિક પ્રસંગોમાં ભાગ લેવાનું ઓછું કર્યું, તેમ છતાં જે કંઈ ઉદયગત કરવું પડે તે તેઓ અકળાયા વિના, સમભાવથી કરી સતત પોતાની સ્વસ્થતાવાળી સમાધિમય દશા જાળવવાની કોશિષ કરતા હતા. આ રીતે તેઓ માત્ર ઉદયાધીન પ્રવૃત્તિ કરવામાં જ રસ ધરાવતા હતા અને ઇચ્છાગત પ્રવૃત્તિ તો તેઓ ભાગ્યે જ કરતા હતા. જ્ઞાની પુરુષોએ ચીંધેલા માર્ગે સતત ચાલવા તેઓ વ્યવહારની આકરી ભીડમાં પણ એકધારા પ્રયત્નવાન હતા. એ પ્રયત્ન સફળ રહેતાં તેમને કર્મની બળવાન નિર્જરા અને સંવરની અપ્રતિમ આરાધના મળ્યાં. અહીં તેમનાં
૪૨)