________________
શ્રી અરિહંતનો મહિમા
ગતિના પ્રબળ અશાતાના ઉદયો પણ તેઓ સમભાવથી વેદી કર્મનિર્જરા કરતા જાય છે. ત્યાં અશુભભાવના ઘણા ઘણા ઉદયોમાંથી તેમને પસાર થવું પડતું હોવાને લીધે નામકર્મને લગતાં પરમાણુઓ તેઓ ઓછી માત્રામાં ગ્રહણ કરે છે. આમ દેવલોક કે નરકમાં તીર્થકર નામકર્મને લગતા પરમાણુઓ સતત ચહાતા હોવા છતાં તેનો જથ્થો અલ્પ રહે છે. દેવ કે નરકગતિનું આયુષ્ય પૂરું થતાં પ્રભુનો જીવ ત્યાંથી ચ્યવી મનુષ્યગતિમાં ગર્ભરૂપ ધારણ કરે છે. જેમણે દેવ કે નરકગતિનો ભવ આવે એવા કર્મનો પૂર્વના મનુષ્યજન્મમાં ક્ષય કર્યો હોય છે તેઓ સીધા જ મનુષ્ય જન્મ પામે છે. આવું અપવાદરૂપે જ બને છે. કેમકે નામકર્મના બંધન પછી જીવને પ્રબળ શુભ કર્મો બંધાતા રહે છે, અને તેના ભોગવટા માટે મુખ્યતાએ તેમને દેવગતિ આવે છે. કોઈક જીવને અન્ય પ્રબળ કારણને લીધે નરકગતિ આવે છે, જેમકે જેની ભાવિગતિ નરકની હોય એવા શલાકા પુરુષે તીર્થંકર નામકર્મ બાંધ્યું હોય તો તેઓ નરકગામી બને છે. વાસુદેવ કે પ્રતિવાસુદેવો જેવા જો જિન નામકર્મ બાંધે તો પણ તેમને નરકગતિ ભોગવવી પડે છે. અથવા નરકમાં જવા જેવાં કૃત્ય કરી, ગતિબંધ પાડી જે જીવ જિન નામકર્મ બાંધે છે તેને પણ નરકગતિ છૂટી શકતી નથી. કૃષ્ણ વાસુદેવ અને શ્રેણિક રાજા આના ઉદાહરણો છે. જે જીવ અત્યંત બળવાન પુરુષાથ થઈ, સંસાર સુખનો બળવાન નકાર વેદે છે અને પાપપુણ્યના મોટા જથ્થાને શુક્લધ્યાનમાં બાળી નાખે છે તે જીવ જિન નામકર્મ બાંધ્યા પછી પણ સીધો મનુષ્યગતિમાં જાય છે. કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર એનો પુરાવો છે.
પૂર્વ દેહના ત્યાગ પછી જ્યારે તે જીવનો મનુષ્ય ગર્ભમાં પ્રવેશ થાય છે ત્યારે તેમના આત્માની સમાધિ ઉત્તમ હોય છે. સામાન્યપણે સર્વ જીવો ગર્ભકાળમાં મુર્શિત જ રહે છે, કારણ કે ગર્ભમાંના ભયંકર અશાતાના ઉદયો વેદતી વખતે જીવ સભાન રહી શકતો નથી. શાસ્ત્રોમાં એવું માપ બતાવ્યું છે કે તાજા જન્મેલા બાળકના પ્રત્યેક રોમમાં લાલચોળ તપાવેલી સોયો ઘોંચવામાં આવે તેનાથી બાળકને જે વેદના થાય, તેનાથી આઠ ગણી વેદના મનુષ્યગર્ભમાં જીવ પ્રત્યેક સમયે વેદે છે. આવી વેદના ભોગવવાની અશક્તિને કારણે જીવ ગર્ભમાં મુછિત રહે છે. સતત લગભગ નવ માસ
૩૯