________________
કેવળી પ્રભુનો સાથ
તીર્થકર નામકર્મ નિકાચીત થાય ત્યારથી તે ધુવબંધી થાય છે. એટલે ત્યારથી પ્રત્યેક સમયે આ કર્મ ઘટ્ટ થતું જાય છે. પરિણામે તે જીવની સંસારસ્પૃહા ઘટતી જાય છે, પ્રાપ્ત થયેલું જઘન્ય શ્રુતકેવળીપણું વિસ્તૃત થતાં થતાં ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણા પ્રતિ વિકસતું જાય છે. તેમનું આત્મચારિત્ર ખીલતું જાય છે. અને તેના પ્રમાણમાં જગતજીવોના કલ્યાણની ભાવના વિશેષ પ્રકારે ઉત્તમતા ધારણ કરતી જાય છે. આમ, ભાવિ તીર્થંકર પ્રભુનું આત્મ આરાધન તેમનાં શેષ આયુષ્યમાં વધતું જાય છે; અગર એમનું શેષ આયુષ્ય આત્મ આરાધન માટે અને આત્મચારિત્રની ખીલવણી કરવા માટે વ્યતીત થાય છે એમ કહી શકાય. આમ થવાથી, આયુષ્યના અંતકાળ સુધીમાં તેમનું નિસ્પૃહપણું, વીતરાગપણું, નિર્મઝનપણું અને યથાર્થ સમરસપણું ઉત્તમતાએ કેળવાઈ જાય છે. પરિણામે ઉત્તમ સમાધિ સાથે તેમનો દેહત્યાગ થાય છે.
જે દેહે તીર્થંકર પ્રભુનું જિન નામકર્મ બંધાય છે તે દેહનો ત્યાગ વખતે તેમના કલ્યાણભાવની એવી ઉચ્ચ અવસ્થા હોય છે કે તે દશાના પ્રભાવથી, એ સમયે લોકના અભવ્ય જીવો સહિતના સમસ્ત જીવો એક સમય માટે પરસ્પરના વેરનો ત્યાગ કરી શાંતિનું વેદન કરે છે. એટલું જ નહિ પણ, નિત્યનિગોદના જે જીવોનો નામકર્મ બાંધતી વખતે પહેલો પ્રદેશ નિરાવરણ થયો હતો, તે જીવોનો બીજો એક પ્રદેશ એ સમયે નિરાવરણ થાય છે. અને એ પ્રદેશ પરનાં કર્મ પરમાણુઓ આસપાસના પ્રદેશ પર વેરાઈ જાય છે. આમ તે સર્વ જીવોના બે પ્રદેશો શુદ્ધ થવા લાગે છે, અને એ પ્રમાણમાં તે જીવોમાં વીર્ય પૂરાય છે.
જીવના જે દેહમાં જિન નામકર્મ બંધાયુ હોય તે દેહનું આયુષ્ય પૂરું થતાં લગભગ બે સમયમાં ભાવિ તીર્થંકર પ્રભુનો જીવ મોટેભાગે દેવલોકગામી થાય છે, ક્યારેક નરકગામી બને છે અને અપવાદરૂપે મનુષ્ય ગતિમાં જાય છે. તેમને દેવગતિમાં શાતાના ઉદયો ઘણા પ્રબળ હોય છે. તે ઉદયોને સમભાવે વેદી તેઓ મુખ્યતાએ પુણ્યકર્મની નિર્જરા કરે છે. દેવગતિમાં ભાવની મંદતા રહેતી હોવાથી નવાં કર્મોનો આશ્રવ અલ્પતાએ થાય છે. આથી તેઓ તીર્થકર નામકર્મને લગતાં પરમાણુઓ એના પ્રમાણમાં ગ્રહણ કરે છે. જ્યારે પ્રભુના જીવને નરકગતિમાં જવાનું રહે છે ત્યારે તે
૩૮