________________
કેવળી પ્રભુનો સાથ
સુધી જીવને આવી વેદનામાંથી પસાર થવાનું હોવાથી તે નવે માસ મુષ્ઠિત દશામાં વીતાવે છે. પણ ભાવિ તીર્થંકરનો જીવ પોતે સેવેલા બળવાન કલ્યાણભાવને કારણે એટલો બધો વીર્યવાન થયો હોય છે કે આવી ભયંકર વેદના ભોગવતી વખતે પણ તે ગર્ભમાં મુર્છિત થતો નથી, સભાન જ રહે છે. અને મતિ, શ્રુત અને અવધિજ્ઞાન સાથે પૂર્વકર્મની બળવાન નિર્જરા કરતો રહે છે. તે ઉપરાંત તેઓ પોતાના પ્રબળ શુભભાવ સાચવી, માતા અને અન્યને શાતાનું નિમિત્ત પણ થયા કરે છે. આવી બળવાન સકામ નિર્જરા, શ્રી તીર્થંકર પ્રભુના જીવ સિવાય અન્ય કોઈ પણ જીવ ગર્ભકાળમાં કરી શકતો નથી. એમના આ અભૂતપૂર્વ પુરુષાર્થનો પ્રભાવ એટલો બધો થાય છે કે જગતના તમામે તમામ જીવ ગર્ભપ્રવેશના સમયે ફરી એકવાર એક સમય માટે પૂર્ણ વે૨૨હિત બની શાતા વેદે છે. અને એ જ સમયે નિત્યનિગોદના જીવો જેમના બે આત્મપ્રદેશ નિરાવરણ થયા છે તેમનો ત્રીજો પ્રદેશ નિરાવરણ થાય છે. ત્રીજો રુચક પ્રદેશ ખુલે છે તેના આધારે તેમનું ભાવિનું ઘડતર શરૂ થાય છે. જ્યારે તેમનો ત્રીજો પ્રદેશ નિરાવરણ થાય છે ત્યારે તે ક્યા પ્રકારના કેવળી પ્રભુના નિમિત્તથી ઇતર નિગોદમાં પ્રવેશ ક૨શે તેનો પાયો બંધાવા લાગે છે. આથી આ પ્રસંગનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. શ્રી પ્રભુ ચરમ દેહ બાંધવાની શરૂઆત કરે એ પહેલા સમયનો તેમનો અતિ અતિ બળવાન નિર્જરા કરવાનો પુરુષાર્થ એવો અલૌકિક હોય છે કે દેવલોકના અવધિજ્ઞાની દેવો આ સમયની પ્રભુનાં “ગર્ભ કલ્યાણક” રૂપે સત્વર ઉજવણી કરે છે. કલ્પવાસી પહેલા સુધર્મા દેવલોકના ઇન્દ્ર શકેંદ્રને પ્રભુના ગર્ભમાં આવવાનો લક્ષ અવધિજ્ઞાનથી થાય છે. તેઓ પ્રભુના ચરમ દેહના અવતરણને જોઈને, તેમના ઉત્તમ ભાવિને જાણીને ખૂબ જ પ્રસન્ન થાય છે. અને આવા પ્રભુના ઉત્તમ ગુણોની સ્તુતિ કરીને તેઓ ગર્ભકલ્યાણક ઉજવે છે. સાથે સાથે આવા ઉત્તમ બાળકને ધારણ કરનાર માતાના સૌભાગ્યની સ્તુતિ પણ શકેંદ્ર કરે છે અને અન્ય કેટલાય દેવો પોતાના આનંદનો તેમાં ઉમેરો કરી પ્રસંગને વિશેષ ઉજમાળ કરે છે.
પ્રભુનો જીવ જે સમયે માતાના ઉદરમાં પ્રવેશ કરે છે તે પછીના તરતના કાળમાં તેમના માતા પ્રભુનું ઉત્તમ ભાવિ સૂચવનારા ચૌદ સ્વપ્ન જુએ છે, એનાથી તેમને ખૂબ
૪૦