________________
શ્રી અરિહંતનો મહિમા
પ્રસન્નતા વેદાય છે. ચૌદ સ્વપ્નો મોટાભાગે આ ક્રમમાં હોય છેઃ ૧. હાથી ૨. વૃષભ ૩. સિંહ ૪. લક્ષ્મીદેવી ૫. ફૂલની માળા ૬. ચંદ્ર ૭. સૂર્ય ૮. ધર્મધજા ૯. કુંભ-કળશ ૧૦. પા સરોવર ૧૧. ક્ષીરસમુદ્ર ૧૨. દેવવિમાન કે ભવન ૧૩. રત્નરાશિ અને ૧૪. નિધૂમ અગ્નિ.
ચૌદ સ્વપ્ન પહેલું સ્વપ્ન ગજ – ઐરાવત હાથી શ્રી તીર્થકર પ્રભુના માતા જે ચૌદ સ્વપ્ન જુએ છે તેમાં પહેલાં સ્વપ્નમાં તેમને સાત સૂંઢવાળા ઐરાવત હાથીનાં દર્શન થાય છે. આ હાથી સમકિતી હોય છે અને હાથીઓમાં તે સર્વશ્રેષ્ઠ હાથી ગણાય છે. તે હાથી સામાન્યપણે દેવલોકમાં રહે છે અને ચક્રવર્તી પાસે હોય ત્યારે તે કર્મભૂમિમાં આવે છે.
ઐરાવત હાથીને કેટલીક લબ્ધિઓ પ્રગટી હોય છે, અને જો તેને ભાવ ઉલ્લસે તો તેનો ઉપયોગ પણ તે કરી શકે છે. મુખ્યતાએ તેને સાત લબ્ધિ પ્રગટી હોય છે જેનું સૂચવન વ્યવહારિક ભાષામાં તેની સાત ચૂંઢરૂપે થાય છે. ઐરાવત હાથીને સાત સૂંઢ હોય છે એમ કહેવાય છે તેનો ગૂઢાર્થ એ છે કે તે હાથીને જુદા જુદા પ્રકારની સાત લબ્ધિઓ મળી હોય છે. આ બધામાં સૌથી મુખ્ય લબ્ધિ – અગ્રસ્થાને આવતી પહેલી લબ્ધિ તે “ગજમોતી' ઉત્પન્ન કરવાની છે. તેના કુંભસ્થળમાં અલૌકિક પ્રકારનાં મોતી પાકે છે જેનું મહાભ્ય ઘણું હોય છે. તેની બીજી લબ્ધિ તે પોતાની શક્તિથી જ્ઞાનીપુરુષની દશા જાણી શકે છે, અને તેના આધારે તેમનો યોગ્ય વિનય કરે છે. ત્રીજી લબ્ધિ તે તેની ઊડી શકવાની શક્તિ છે. જ્યારે તે ઐરાવત હાથી મોક્ષગામી ચક્રવર્તી પાસે હોય છે અને તે ચક્રવર્તીને પ્રભુને વાંદવા જવું હોય છે ત્યારે તેને ઐરાવત હાથી ઊડીને પ્રભુ પાસે લઈ જઈ શકે છે. તેને રત્નોની પરીક્ષા કરવાની શક્તિ ચોથી લબ્ધિરૂપે આવે છે. દેવલોકનાં અને કર્મભૂમિના કિંમતી રત્નોનું પરીક્ષણ ઐરાવત હાથી કરી શકે છે. ગમે તેવા વિકટ સંજોગમાં પણ અડગ અને અડોલ રહેવાની શક્તિ તે તેની પાંચમી લબ્ધિ કહી શકાય. ચક્રવર્તી પદ માટે જ્યારે લડાઈ
૪૧