________________
કેવળી પ્રભુનો સાથ
થાય છે ત્યારે ઐરાવત હાથી ઘાયલ થાય તો પણ સ્થિરતા જાળવે છે, કર્તવ્ય ચૂકતો નથી અને પોતાના માલિકને લડાઈમાં જીતવા માટે સતત પ્રેરણા આપતો રહે છે. તેની છઠ્ઠી લબ્ધિ તે અમુક ઉપકારી ઔષધિઓ પારખી શકે છે અને તેનો ઉપયોગ પણ કરી શકે છે. ઘાયલ સ્થિતિમાં ઘા રૂઝવવા માટે આ લબ્ધિ તેને ખૂબ ઉપકારી થતી હોય છે. અને સાતમી લબ્ધિ તે અન્ય સર્વ હાથીઓમાં ઐરાવત હાથી કોણ છે તે જાણવાની શક્તિ તેનામાં પ્રગટી હોય છે. તેને પ્રાપ્ત થયેલી આ સાત લબ્ધિને કારણે તે ઐરાવત હાથી તરીકે ઓળખાય છે. જે લબ્ધિઓ મનુષ્ય જન્મમાં મેળવવી દુર્લભ ગણાય તે લબ્ધિઓ તિર્યંચ ગતિમાં મેળવી તેનો સદુપયોગ કરતા રહેવો, તે જીવની કેટલી બધી સુપાત્રતા ગણી શકાય! તેની સુપાત્રતાને કારણે ઐરાવત હાથી લોકોમાં ઘણું માન પામે છે તથા પૂજાય છે. આવા ઐરાવત હાથી ઘણા દુર્લભ હોય છે.
ઉત્તમ સુપાત્ર એવા ઐરાવત હાથીનાં દર્શન પ્રભુનાં માતાને થાય છે. ઐરાવત હાથી પોતામાં ઉત્પન્ન થતા ગજમોતી પ્રભુનાં ચરણે ધરે છે, અન્યના ચરણમાં તે મોતી તે ધરતો નથી. આથી જેને તીર્થંકર પ્રભુ અત્યંત પૂજનીય છે એવા ઐરાવત હાથીનાં દર્શનથી સૂચવાય છે કે જગતને હવે પ્રભુનાં દર્શન થવાનાં છે તેની જાણ ઐરાવતને થઈ ગઈ છે.
બીજી અપેક્ષાએ વિચારીએ તો હાથી એ અતુલ બળનું પ્રતિક છે. તેમાં પણ ઐરાવત હાથી સર્વોત્તમ હોવાથી તેની ઘણી ઘણી વિશેષતાઓ છે. આ હાથીનાં દર્શનથી એ સૂચવાય છે કે હાથીથી પણ સબળ એવા પ્રભુ પોતાનાં બળનો કર્મ સામે ઉત્કૃષ્ટ ઉપયોગ કરી કર્મકટકનો નાશ કરવાના છે. ઐરાવત હાથી જેમ તેના માલિક ચક્રવર્તીને સર્વ પ્રકારે વિજય અપાવે છે તેમ પ્રભુનું અતુલ બળ પ્રભુને તેમનાં ઘાતીકર્મો પર અચૂક વિજય અપાવશે અર્થાત્ તેનાથી પ્રભુનું તદ્ભવ મોક્ષગામીપણું સૂચવાય છે. જે ઐરાવતનાં દર્શન પ્રભુનાં માતા કરે છે, તે ઐરાવત પ્રભુનાં ચરણમાં વંદન ક૨વા અવશ્ય આવે છે. અને તે પછીનાં મનુષ્ય જીવનમાં ભવ્ય પુરુષાર્થ આદરી તે જ તીર્થંકર પ્રભુ પાસે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ ઐરાવત અને તીર્થંકર પ્રભુને ગાઢ શુભઋણાનુબંધ હોય છે, હાથીને પ્રભુ તરફથી છૂટવા માટે સહાય મળતી રહે
૪૨