________________
શ્રી અરિહંતનો મહિમા
છે. કેટલીકવાર આ ઐરાવત તીર્થસભામાં કોઈ પદવીનો ધરનાર પણ થાય છે, અને તે તીર્થસભાને શોભારૂપ પણ બને છે.
પૂર્વનાં અમુક શુભ ગાઢ ઋણાનુબંધને કારણે માતાને નિયમપૂર્વક સૌ પ્રથમ ઐરાવત હાથીનાં દર્શન થાય છે. અન્ય સ્વપ્ન દર્શનનાં ક્રમમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવ અનુસાર ફેરફાર હોઈ શકે છે.
બીજું સ્વપ્ન વૃષભ
સામાન્યપણે ઐરાવત હાથી પછી તીર્થંકરના માતા બીજા સ્વપ્નમાં વૃષભનાં દર્શન કરે છે. વૃષભ એટલે સર્વગુણ સંપન્ન બળદ, બળદમાં વધુમાં વધુ ગુણવત્તા સંભવી શકે તે સર્વ વૃષભમાં હોય છે. બળદ જડબુદ્ધિ ગણાય છે, પણ તેવી જડતા વૃષભમાં હોતી નથી, વળી વૃષભ બળમાં પણ અતુલ હોય છે. ઐરાવત કરતાં બુદ્ધિની તીક્ષ્ણતા તેનામાં ઓછી હોવા છતાં, જે કાર્ય કરવાનું તેના માટે નક્કી થાય તે કાર્ય તે પૂર્ણ કરે એવી શક્તિ પણ તેનામાં ઉત્પન્ન થઈ હોય છે. જીવને માયાકપટને કારણે તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે, આથી વૃષભે પૂર્વ જન્મમાં તિર્યંચગતિમાં જવું પડે એટલું માયાકપટ તો કર્યું જ હોય છે. પણ બળદમાં અન્ય તિર્યંચો કરતાં લોભની પ્રકૃતિ વિશેષ રહેતી હોવાને કારણે બુદ્ધિની મંદતા પણ આવી હોય છે. આવા સામાન્ય બળદ કરતાં વૃષભ લક્ષણોમાં ઘણા પ્રકારે જુદો પડે છે.
જે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ સમિકત લીધા પછી તિર્યંચ ગતિમાં બળદ રૂપે અમુક લબ્ધિ સિદ્ધિ સાથે દેહ ધારણ કરે છે તે વૃષભ તરીકે ઓળખાય છે. આ જીવે સમિકત લીધા પહેલાં જ તિર્યંચ ગતિ બાંધી લીધી હોય છે, અને બળદનો ભવ આવતાં તે વૃષભની ઋદ્ધિ મેળવે છે. આવા વૃષભ ઘણા જ અલ્પ હોય છે. તેમની ઋદ્ધિ લગભગ આ પ્રકારની હોય છે. પૂર્વમાં સેવેલા લોભના કારણથી માયાકપટનું ઉગ્રપણું થતાં તેને તિર્યંચગતિનો બંધ પડયો હતો તેની સ્મૃતિ તેને સતત રહેતી હોય છે, અર્થાત્ એ જાતિસ્મૃતિજ્ઞાન તેને સંસાર ભ્રમણનો વૈરાગ આપે છે, પરિણામે તે સતત ત્યાગભાવના ભાવતો રહી લોભને ક્ષીણ કરવા પ્રયત્ન કર્યા જ કરે છે. તે વરસાદ – વૃષ્ટિ ક્યારે
૪૩