________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
વર્તે છે; અર્થાત્ જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારનાં કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિવૃદ્ધિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી નથી...તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઇચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઇચ્છા રહી નથી, ... તેમ છતાં સમપરિણામે વેદન કરીએ છીએ ... જે સંસારને વિશે સાક્ષીકર્તા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષીરૂપે રહેવું અને કર્તા તરીકે ભાસ્યમાન થવું તે બેધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે.” (ભાદરવા વદ ૮, ૧૯૪૮. આંક ૪૦૮)
“ચરમશરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવનયે ચરમશરીરીપણું નહિ, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિશે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અને પોતે નથી, એમ કહેવા તુલ્ય છે.” (આસો સુદ દશમ, ૧૯૪૮, આંક ૪૧૧)
કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી, સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે. તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ .. તનને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી...દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન-અપમાનનો તો કંઈ ભેદ છે, તે નિવૃત્ત થઈ ગયો છે.” (આસો ૧૯૪૮. આંક ૪૧૫)
પોતાના નિકટવર્તી મુમુક્ષુઓ પ્રતિ કૃપાળુદેવે લખેલાં આ વચનોનો અભ્યાસ કરવાથી આપણને જણાય છે કે આત્મશુદ્ધિ વધારવા માટે તેઓ ઉગ્ર પુરુષાર્થ
૨૬૫.