________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
આસ્થા અને અનુકંપા. આ પાંચે ગુણો કૃપાળુદેવમાં આ પ્રસંગ વખતે સ્પષ્ટપણે અનુભવાય છે. પ્રતિમાસિદ્ધિનો વિરોધ કરતી વ્યક્તિઓ પ્રતિ તેઓ કષાય થવા દેતા નથી, બલ્ક જોરદાર ક્ષમાભાવ જાળવી રાખે છે તે તેમના ‘શમ ગુણનો આપણને પરિચય કરાવે છે. તેઓ જગતમાંથી ભેગા કરેલાં કર્મ પરમાણુઓને હળવે હળવે જગતને ચૂકવી દેવાના ભાવ કરી, તે પરમાણુ ચૂકવી દઈ ઋણમુક્ત થવાની તેમની ભાવનામાં “સંવેગ’ ગુણ લક્ષિત થાય છે. જગત સાથેની લેવાદેવાની વૃત્તિથી પર થવાના તેમના ભાવમાં તેમનો ‘નિર્વેદ' ગુણ સ્પષ્ટપણે આપણે અનુભવી શકીએ છીએ. આ આખા પત્રમાં શ્રી પાર્શ્વનાથ આદિ તીર્થકર પ્રભુના માર્ગ માટેની તેમની આસ્થા શબ્દ શબ્દમાં અને અર્થે અર્થમાં પથરાયેલી જોઈ શકાય છે. આ ઉપરાંત વિરોધીઓ માટેના તેમના નિસ્પૃહતાથી ભરેલાં અને કરુણાસહિતના વલણમાં તેમનો અનુકંપાનો ગુણ પ્રકાશિત થયા વિનાનો રહેતો નથી. આમ આ પત્રમાં આપણે તેમનામાં રહેલાં સમ્યક્ત્વનાં પાંચે લક્ષણોનો અનુભવ થવા ઉપરાંત તેમની વીતરાગ માર્ગની દઢ શ્રદ્ધા, તે માર્ગે જ ચાલવાનો દઢ નિર્ણય અને રાગદ્વેષથી છૂટી જવાનો નિશ્ચય જોવા મળે છે. સમ્યકત્વનાં આ લક્ષણો તેમનામાં સારી રીતે ફૂટ થયા હોવાથી મોક્ષના માર્ગ બે હોઈ શકે નહિ, જિનનો ઉપદેશ માત્ર માર્ગની પ્રાપ્તિ માટે જ છે અને જીવ જ્યાં સુધી સુપાત્ર થતો નથી ત્યાં સુધી તેને માર્ગની પ્રાપ્તિ થઈ શકતી નથી, આવો નિશ્ચય તેમના આત્મામાં પ્રવર્તતો હતો. આ નિશ્ચય તેમનામાં રહેલાં ધર્મનાં મંગલપણાની પ્રતીતિ આપણને કરાવે છે. એ બધા પત્રોનો અભ્યાસ કરતાં જણાય છે કે કૃપાળુદેવમાં બાળવયની કૃષ્ણભક્તિ દ્વારા ભક્તિમાર્ગનાં જે બીજ રોપાયાં હતાં, તેને અંકુરો ફૂટી તે માર્ગની મહત્તા તથા વિશાળતા તેમના હૃદયમાં ફેલાવા લાગ્યાં હતાં, અને એ માર્ગમાં વિકાસ કરતાં કરતાં પૂર્ણ થવાના ભાવ ક્રમે ક્રમે તેમનામાં વિકસતા જતા હતા. તેથી તેમને કોઈ માન આપે, તેમના ગુણોની પ્રશંસા કરે ઈત્યાદિમાં અરુચિપણું અનુભવાતું હતું. જુઓ તેમનાં આ વચનો –
“મારા ભણી મોહદશા નહિ રાખો. હું તો એક અલ્પ શક્તિવાળું પામર મનુષ્ય છું.” (માર્ગશીર્ષ વદી ૭, ૧૯૪૫. આંક ૪૩)
૨૨૭