________________
કેવળી પ્રભુનો સાથ
“પ્રણામ લખું તેની પણ ચિંતા નહિ કરો, હજુ પ્રણામ કરવાને લાયક જ છું; કરાવવાને નથી.” (માગશર વદ અમાસ, ૧૯૪૫. આંક ૪૫) “વૈરાગ્ય ભણીના મારા આત્મવર્તન વિશે પૂછો છો તે પ્રશ્નનો ઉત્તર ક્યા શબ્દોમાં લખું? ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભોગવવાં, નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. એ શ્રેણિમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે; પણ તે જ્ઞાનીગમ્ય હોવાથી બાહ્યપ્રવૃત્તિ હજુ તેનો એક અંશ પણ થઈ શકતી નથી .... સંસારી પ્રવર્તન થાય છે તે કરું છું ..... ઉદય આવેલાં કર્મો ભોગવું છું. ખરી સ્થિતિમાં હજુ એકાદ અંશ પણ આવ્યો હોઉં એમ કહેવું તે આત્મપ્રશંસારૂપ જ સંભવે છે.” (મહા વદ ૭, ૧૯૪૫. આંક ૫૦)
જ્યાં સુધી ગૃહવાસ પૂર્વકર્મનાં બળથી ભોગવવો રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત-ઉદાસીનભાવે સેવવા યોગ્ય છે. બાહ્યભાવે ગૃહસ્થાશ્રેણિ છતાં અંતરંગ નિર્ગથ શ્રેણિ જોઈએ. અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે. મારી આત્માભિલાષા તે શ્રેણિમાં ઘણા માસ થયાં વર્તે છે.” (શ્રાવણ સુદ ૩, ૧૯૪૫. આંક ૭૧)
સં. ૧૯૪૫ માં લખાયેલા પત્રોના આ અવતરણો પરથી આપણને નિર્દેશ મળે છે કે કૃપાળુદેવને એ વર્ષમાં આત્માની સર્વોત્તમ સિદ્ધિ મેળવવાનું લક્ષ બંધાઈ ગયું હતું. અને પૂર્ણતાની સરખામણીમાં તેમણે કરેલા વિકાસ ખરી સ્થિતિના એક અંશ જેટલો પણ નથી એવી તેમની સમજણ તેમના અનેક ગુણો પર પ્રકાશ કરે છે, જેમકે પ્રમાણિકપણું, નિર્માનીપણું, પૂર્ણ વિશેનો સાચો ખ્યાલ, સંસારનો વૈરાગ્ય, તેમના સંવેગ અને નિર્વેદ ઈત્યાદિ. આને કારણે તેમને પ્રગટેલા ગુણો વિશે કોઈ અન્ય વ્યક્તિ પ્રશંસા કરે, તો તે માટે તેમને અરુચિ તથા ઉદાસીનતા ઉદ્ભવતાં હતાં, તેમને મોટા ગણી કોઈ પ્રણામ લખે તો તેમને રુચિકર જણાતું ન હતું, જેમ જેમ ગુણો તેમનાંમાં ખીલતા જતા હતા તેમ તેમ તેમનું વિનમ્રપણું વધતું જતું
૨૨૮