________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
હતું. આથી તેઓ પત્રોમાં દસ્કતની જગ્યાએ મુખ્યત્વે પોતાનું નામ લખી પ્રણામ લખતા હતા. જેમકે “વિ. રાયચંદના સત્પુરુષને નમસ્કાર સહિત પ્રણામ” (૫૦), “આપના માધ્યસ્થ વિચારોના અભિલાષી રાયચંદ રવજીભાઈના પંચાગી પ્રશસ્તભાવે નમસ્કાર” (૬૧), “ધર્મજીવનઇચ્છક રાયચંદ રવજીભાઈના વિનયભાવે પ્રશસ્ત પ્રણામ” (૬૪), “ધર્મોપજીવન ઇચ્છક રાયચંદના વિનયયુક્ત પ્રણામ" (૬૮), વગેરે. દસ્કૃત કરવાનો આ પ્રકાર લગભગ સં.૧૯૪૬ સુધી જોવા મળે છે, તે પછીથી દશાની વર્ધમાનતા સાથે તેમાં પણ ફેરફાર થતો જોવાય છે.
આમ એક બાજુ તેમની અંતરંગ શ્રેણિ નિગ્રંથ માર્ગ ભણી, મોક્ષને ત્વરાથી મેળવવાના લક્ષથી પુરુષાર્થ કરવા ભણી વહેતી હતી. અને બીજી બાજુ તેમની બાહ્યશ્રેણિ ગૃહસ્થની હતી. તેમને આંતર અને બાહ્ય શ્રેણિ વચ્ચે જે વિરોધ અનુભવવો પડતો હતો તેનાથી થતો ખેદ ઉપરનાં પત્રાંક ૫૦ તથા ૭૧ના અવતરણમાં જોવા મળે છે. આમ કૃપાળુદેવનાં જીવનમાં બે સ્પષ્ટ જુદા પ્રવાહોની શરૂઆત વિ.સં. ૧૯૪૫થી જોવા મળે છે. બાહ્યથી ગૃહસ્થધર્મમાં કુટુંબ જીવનની જવાબદારી તથા વ્યાપારાદિ કાર્ય સંભાળવાનાં હતાં અને તેમની અંતરંગ શ્રેણિ વીતરાગમાર્ગ પ્રતિ દોડતી હતી, આ બાહ્યાંતર અલગ શ્રેણિને કારણે જન્મતો વિરોધ જીવનભર તેમની કસોટી કરતો રહે છે. તે બે શ્રેણિ વચ્ચે સમાધાન લાવવા તેમણે નક્કી ક્યું જણાય છે કે,
—
“સુખકી સહેલી હે અકેલી ઉદાસીનતા,
અધ્યાત્મની જનની, તે ઉદાસીનતા.” (આંક ૭૭. સં.૧૯૪૫)
સંસારમાં રહેવા છતાં પોતાના અધ્યાત્મના આદર્શને પોષવા તેમણે ઉદાસીનતાને સ્વીકારવી યોગ્ય ગણી હતી. પૂર્વ નિબંધિત જે જે કર્મોદય આવે તે પ્રતિ નિસ્પૃહ રહી, અધ્યાત્મની ઉન્નતિ કરવાનો પુરુષાર્થ મક્કમપણે કર્યા કરવો એવો ભાવ તેમણે સ્વીકાર્યો હતો. એ પુરુષાર્થનાં અનુસંધાનમાં તેમને આ જ વર્ષમાં મોક્ષમાર્ગની એકતાનો નિરધાર થયો હતો, તથા પોતે ધર્મમાં પ્રવર્તતા મતભેદોમાં ન પડવાનો નિર્ણય પણ
૨૨૯