________________
કેવળી પ્રભુનો સાથ
કરી લીધો હતો. જેથી સીધા, સરળ, સુગમ છતાં દુર્ગમ એવા મોક્ષમાર્ગમાં ત્વરાથી આગળ વધી શકાય. નીચેનાં તેમના વચનો તેની શાખ પૂરે છે, -
“મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળ પામ્યા, તે તે સઘળા પુરુષો એક જ માર્ગથી પામ્યા છે, વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી, તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે; અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે. જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી અને ભવિષ્યકાળ પામશે નહિ.” “શ્રી જિને સહઅગમે ક્રિયાઓ અને સહસંગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે. અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે, અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. ........ તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મતૃપ્રાપ્ત પુરુષ-નિગ્રંથ આત્મા-જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે-ઉદય આપશે-ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદ જશે. મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી, વિચારીને જેણે મતભેદને ટાળ્યો, તે અંતવૃતિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.” (ફાગણ સુદ ૯, ૧૯૪૫. આંક ૫૪) “અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી, અને કાં તો સપુરુષ (જેમાં સદ્ગુરુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તો નિશ્ચય છે, કે મોક્ષ હથેળીમાં છે, ઈષપ્રામ્ભારા એટલે સિદ્ધપૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે. અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે.” (ફાલ્ગન સુદ ૯, ૧૯૪૫. આંક પ૫)
૨૩૦