________________
કેવળી પ્રભુનો સાથ
શરૂ કરી સાતમા મધ્યમ ગુણસ્થાનની વચ્ચે રમતા હોય છે. તેમને જે વખતે જીવસમસ્ત માટેના કલ્યાણભાવની ઉત્કૃષ્ટતા આવે છે તે વખતે આ પદવીનો બંધ પડે છે. કદાચિત આવી ઉત્કૃષ્ટતા ન આવે તો તેઓ ઉપાધ્યાયજીની કક્ષાએ હોવા છતાં પંચપરમેષ્ટિનાં ઉપાધ્યાયપદને પામતા નથી. એટલે કે જે જીવો ઉપાધ્યાયજીના ગુણો યથાર્થતાએ કેળવે છે, છતાં જીવ સમસ્ત માટે કલ્યાણભાવ વેદી શકતા નથી, અગર તેમનો કલ્યાણભાવ માત્ર અમુક ખંડ પૂરતો મર્યાદિત રહે છે તેઓ પંચપરમેષ્ટિ થતા નથી. પંચપરમેષ્ટિ પદ પામવા માટે જીવ સમસ્ત માટે ઉત્કૃષ્ટતાએ કલ્યાણભાવ વેદવો જરૂરી છે. અહીં આપણે પંચપરમેષ્ટિપદમાં સ્થાન મેળવનાર સર્વનાં આજ્ઞાધીનપણાનો અભ્યાસ કરીએ છીએ તે લક્ષમાં રાખવું.
છઠ્ઠા સાતમા ગુણસ્થાને રમતાં રમતાં તેમનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રનો ઉઘાડ વધે છે, તેમનું કાર્ય વધારે ઊંડાણવાળું તથા વધારે શુધ્ધ થતું જાય છે, જે તેમને આચાર્યની પદવી સુધી લઈ જાય છે. આચાર્યજીની કલ્યાણભાવના આત્મચારિત્રથી રંગાયેલી હોવાને લીધે તેમણે ગ્રહણ કરેલાં અને પોતાનો ચૂંટેલો કલ્યાણભાવ ઉમેરી તરતાં મૂકેલાં પરમાણુઓ વધારે શુધ્ધ અને વધારે અસરકારક બને છે. આ ઉપરાંત, આગળ વધવાની સાથે તેઓ શ્રી તીર્થંકર પ્રભુ અને શ્રી કેવળીપ્રભુએ વહાવેલાં કલ્યાણનાં પરમાણુઓનો મોટો જથ્થો સ્વીકારી શકવાની યોગ્યતા મેળવી હોવાથી, તેનાં ગ્રહણના આધારે તેમની રહીસહી સંસારસ્પૃહા ક્ષીણ થતી જાય છે, અને આત્મસ્વરૂપમાં રહેવાની તેમની સ્પૃહા વધતી જાય છે. પરિણામે ધર્મધ્યાન તથા શુકુલધ્યાનમાં પાપપુણ્યનાં મોટા જથ્થાને બાળી તેઓ શુધ્ધ આચારસંહિતા પાળતા થાય છે, અને ધર્મના નાયક થવાની શક્તિ તેઓ કેળવતા જાય છે. શુક્લધ્યાનમાંથી બહાર આવ્યા પછી પણ તેમનું આજ્ઞાધીનપણું એવું ને એવું અખંડ રહી શકે છે, અને તેનાં ફળરૂપે તેમનાં આત્મચારિત્રની ખીલવણી ઘણી અભુત થાય છે. આચાર્ય તરીકેની આચારસંહિતા પાળતાં પાળતાં જ્યારે તેમનો કલ્યાણભાવ જીવ સમસ્ત સુધી વિસ્તરે છે અને ઉત્કૃષ્ટતાએ પહોંચે છે ત્યારે તે આચાર્યને પંચપરમેષ્ટિનાં આચાર્યપદનો બંધ નિકાચીત થાય છે. જો આ શરત પૂરી ન થાય તો તે આચાર્ય પંચપરમેષ્ટિપદમાં
उ६८