________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સમાતા નથી, અહીં એ લક્ષ જરૂર રાખવું જોઈએ કે સાધુસાધ્વી, ઉપાધ્યાયજી અને આચાર્યજી એ ત્રણેના કલ્યાણભાવની ઉત્કૃષ્ટતાની માત્રા જુદી જુદી છે, પરંતુ વિસ્તાર જીવ સમસ્ત માટેનો અર્થાત્ એક સરખો છે.
સાધુસાધ્વીજી, ઉપાધ્યાયજી અને આચાર્યજી એ ત્રણે પરમેષ્ટિ, પંચ પરમેષ્ટિ ભગવંતોમાં છદ્મસ્થ જીવો છે. સાધુસાધ્વીજી કરતાં ઉપાધ્યાયજીનો અને ઉપાધ્યાયજી કરતાં આચાર્યજીનો પુરુષાર્થ તથા આત્મવિકાસ ચડતા ક્રમમાં હોય છે, તેથી ઉપાધ્યાયજી કે આચાર્યજીની આજ્ઞાએ ચાલનારને એકનું જ શરણું બસ થઈ પડે છે. તેમની અપેક્ષાએ સાધુસાધ્વીજીનાં તપસંયમ પ્રમાણમાં ઓછાં હોવાથી, તેમનાં સમૂહના તપસંયમનો આધાર આપી પ્રભુજીએ જીવની સધ્ધરતા કરાવી છે. વળી, ઉપાધ્યાયજી તથા આચાર્યજીને વિશેષ આજ્ઞાપાલન હોય છે, આત્મશુદ્ધિ વિશેષ હોય છે અને કલ્યાણભાવ પણ વિશેષ પ્રગટયો હોય છે, તેમને માનાદિ કષાયો પણ વધારે મંદ થયા હોય છે, આથી પ્રાથમિક કક્ષાના જીવને તેમના એકના જ કલ્યાણભાવ ગ્રહણ કરે તો પણ કલ્યાણ પામવા પૂરતા થઈ જાય છે. ઉપાધ્યાયજી અને આચાર્યજીમાં વિનયગુણ વિશેષતાએ ખીલ્યો હોવાનાં કારણે, કદાચિત તેમની અસમર્થતા અનુભવાય તો, તેઓ તેમના ગુરુ દ્વારા પણ આજ્ઞાનું મહાસ્ય સમજાવતા હોય છે. આથી આજ્ઞા પામવા માટે અને ધર્મશુદ્ધિ કરવા માટે એક આચાર્ય કે એક ઉપાધ્યાયનું શરણું બસ થાય છે.
આ ત્રણે છદ્મસ્થ ઈષ્ટ ભગવંત રત્નત્રયની આરાધના કેવી રીતે કરે છે તે પ્રક્રિયા જાણવાથી વિશેષ સ્પષ્ટતા આવશે. આપણે જાણ્યું છે કે કોઈ પણ જીવ પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનો આધાર લઈ, ધ્યાનમાં જઈને કર્મની બળવાન નિર્જરા કરી આત્મશુદ્ધિ વધારી શકે છે. આ જ પ્રક્રિયાનો સાધુસાધ્વી, ઉપાધ્યાયજી અને આચાર્યજી ઉપયોગ કરી પોતાના આત્માની શુદ્ધિ વધારતાં જાય છે, અને સાથે સાથે ચારિત્રની ખીલવણી પણ કરતા જાય છે.
કોઈ પણ જીવને પ્રાર્થના કરવાની જરૂર ક્યારે પડે છે? જ્યારે જીવને કોઈ કાર્યસિદ્ધિ કરવી હોય, અને તે માટે તેને પોતામાં પૂર્ણ શક્તિનો અભાવ લાગે ત્યારે તે પ્રાર્થનાના
૩૬૯