________________
કેવળી પ્રભુનો સાથ
આશ્રયે જાય છે. જીવ સમર્થ નિષ્ણાત ગુરુને સામાન્યપણે પ્રાર્થના કરતો હોય છે. તેમાંય આધ્યાત્મિક વિકાસ કરવા જીવે આપ્ત પુરુષને પ્રાર્થના કરવી જરૂરી રહે છે, કેમકે તેમના વિના આ લાભ અન્ય કોઈ આપી શકતું નથી. પ્રાર્થના મુખ્યત્વે બે રીતે થાય છે –
૧. પૂર્ણ આજ્ઞાથી એટલે કે નિશ્ચિત ધ્યેયને લક્ષમાં રાખીને, અને ૨. અપૂર્ણ આજ્ઞાથી એટલે કે નિશ્ચિત ધ્યેય ઉપરાંત અન્ય સંસારી હેતુઓનો
પણ સમાવેશ કરીને; અહીં પ્રાર્થનામાં થોડા અંશે સ્વચ્છંદ પૂરાયેલો રહે છે. આ વાંચતા આપણને પ્રશ્ન થાય કે પૂર્ણ કે અપૂર્ણ આજ્ઞાથી પ્રાર્થના કરીએ તો ફરક શું પડે? જીવ પોતાના ગુરુને પ્રાર્થના કરે ત્યારે આત્મશુદ્ધિનાં ધ્યેય સિવાય બીજું કોઈ ધ્યેય ન હોય, કરેલી પ્રાર્થનાનું ફળ પોતાની ઇચ્છા પ્રમાણે નહિ પરંતુ ગુરુની ઇચ્છા પ્રમાણે પ્રાપ્ત થાય તેવી ભાવના કરેલી એ પ્રાર્થનામાં રહી હોય તો તે પ્રાર્થના પૂર્ણ આજ્ઞાથી થયેલી પ્રાર્થના કહી શકાય, કેમકે તેમાં પ્રાર્થના કરનાર પોતાના સ્વચ્છંદનો પૂરો ત્યાગ કરી, ગુરુની ઇચ્છાને પૂર્ણતાએ આધીન થાય છે. જ્યારે આત્મિક ધ્યેય ઉપરાંત અન્ય કોઈ સંસારી ધ્યેયથી અથવા તો પોતાની ઇચ્છાનુસારના ફળની અપેક્ષાથી પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે તે અપૂર્ણ આજ્ઞાથી થયેલી પ્રાર્થના બને છે.
જ્યાં પોતાની ઇચ્છા સમાયેલી છે ત્યાં તેટલા પ્રમાણમાં પ્રાર્થના કરનારનો સ્વચ્છેદ રહેલો છે, તે સર્વ પ્રકારે ગુરુની ઇચ્છાને આધીન થઈ શકતો નથી. આમ ફળાદિ માટે પોતાની પાત્રતા ન હોવા છતાં અમુક પ્રકારની ઇચ્છા રાખવાથી જીવને માન તથા લોભ કષાયના બંધ પડે છે. એટલી માત્રામાં તે જીવ પોતાને ગુરુ કરતાં વિશેષ ડાહ્યો કે સમજુ ગણે છે, અને ત્યાં તેનો સ્વછંદ રહેલો દેખાય છે, પરિણામે તેની તે પ્રાર્થના અપૂર્ણ આજ્ઞાથી થયેલી કહેવાય છે. આવી પ્રાર્થનાને કારણે જે અંતરાયકર્મ બંધાય છે તે તેને ભાવિના આત્મવિકાસમાં વિઘ્નરૂપ થાય છે.
જીવ જ્યારે પૂર્ણ આજ્ઞામાં રહીને પ્રાર્થના કરે છે ત્યારે તેનામાં જે શક્તિ ઉત્પન્ન થાય છે, તે શક્તિ ગુરુની આજ્ઞાધીનતાને લીધે નિશ્ચિત કાર્યની સફળતા માટે જ વપરાય છે, અને તે જીવ રત્નત્રયના બીજા વિભાગ “ક્ષમાપના માટે
૩૭)