________________
આણાએ ધમ્મો, આણાએ તવો
બની સ્વસ્વરૂપમાં લીન થાય છે, એટલે કે આજ્ઞાનું આરાધન કરી તેઓ ધર્મ પામે છે. અને જ્યારે તેઓ ઉદિત કર્મનાં કારણે સ્વરૂપની બહાર નીકળે છે ત્યારે તેઓ ગુરુ આજ્ઞાએ કલ્યાણકાર્યની પ્રવૃત્તિ કરી પૂર્વે ભાવેલા ભાવરૂપ કર્મોની નિર્જરા કરે છે. આ રીતે તેઓ આજ્ઞાથી તપને સેવી ‘આજ્ઞાનું આરાધન એ જ તપ” એ ઉક્તિને સાર્થક કરે છે. આમ કરતાં કરતાં તેઓ ઉપાધ્યાયજીનાં પદ સુધી વિકાસ કરે છે. બધાં જ સાધુસાધ્વીજી આ પ્રકારે વિકાસ કરે તેવો નિયમ નથી. કેટલાયે જીવો સાધુસાધ્વીજીનું પદ પ્રાપ્ત કર્યા પછી, સીધી શ્રેણિ માંડી આગળનું કલ્યાણકાર્ય કર્યા વિના પૂર્ણતા મેળવી લે છે. એ જ પ્રમાણે કેટલાયે જીવો સાધુસાધ્વીજીની પદવીને સ્પર્યા પહેલાં જ સીધી ઉપાધ્યાયજીની પદવીને અનુરૂપ કલ્યાણભાવ સેવી, તે પદવીને મેળવે છે. પરંતુ અહીં નમસ્કારમંત્રમાં નિરૂપાયેલાં પદોની વિચારણા કરી હોવાથી આ ક્રમ સ્વીકાર્યો છે તે લક્ષમાં રાખવું.
સંસારની સ્પૃહાનો ત્યાગ કરી; વિશેષ આજ્ઞાધીન થઈ, સહુ જીવો માટે કલ્યાણભાવ વેદી, વિશુધ્ધ થતાં થતાં ચડતા ક્રમમાં કલ્યાણભાવને બળવાન કરતાં કરતાં કેટલાય સાધુસાધ્વીજી શ્રી ઉપાધ્યાયજીના ગુણો પ્રાપ્ત કરે છે. અને કેટલાક જીવો સાધુસાધ્વીની કક્ષાએ જીવ સમસ્તના કલ્યાણભાવ વેદતાં પહેલાં જ ઉપાધ્યાયજીનાં ગુણો ઉપાર્જન કરી તે કક્ષાએ આવી જાય છે. જ્ઞાનાવરણનો બળવાન ક્ષયોપશમ તે એમની દશાની મુખ્ય લાક્ષણિકતા છે. તેમને સ્વરૂપસ્થિતિ વધારે સમય માટે જળવાય છે, અને તેમાંથી બહાર નીકળ્યા પછી તેમની વ્યવહારિક કાર્યો કરવાની સ્પૃહા ઘણી મંદ રહેતી હોવાથી તેઓ પૂર્વકર્મની નિર્જરા કરવા અતિ સામાન્ય સ્પૃહાથી કાર્યો કરે છે, એટલું જ નહિ પણ તેઓ જ્ઞાનદાનની પ્રવૃત્તિ પણ સ્પૃહા કરતાં આજ્ઞાના કારણથી વિશેષ કરતા હોય છે. શાસ્ત્રોનું પઠન પાઠન કરવું કરાવવું એ તેઓનું મુખ્ય લક્ષણ હોવા છતાં, તેઓ આ કાર્ય કરતી વખતે પ્રાયઃ પોતાના સ્વચ્છંદને ત્યાગી આજ્ઞાધીનપણું વધારતા જાય છે. અને એ રીતે તેઓ સાધુસાધ્વીજી કરતાં વિશેષ ધર્મ સ્થિરતા કેળવે છે, અને તપનું વિશેષ આચરણ કરે છે. જે તેમને તથા તેમની પાસે ભણતા વિદ્યાર્થીઓને આત્મવિકાસ કરવામાં ખૂબ ખૂબ ઉપકારી થાય છે. શ્રી ઉપાધ્યાયજી મુખ્યત્વે છઠ્ઠા ઉત્કૃષ્ટ ગુણસ્થાનથી
૩૬૭