________________
કેવળી પ્રભુનો સાથ
બંનેએ જુદી જુદી રીતે સેવેલા ભાવનો પરિપાક આ રીતે થાય છે. શ્રી તીર્થંકરપ્રભુએ કરેલા કલ્યાણના ભાવ નિર્માનીપણે કરેલા હોવાથી, તેમનો માનકષાય પૂર્ણતાએ ક્ષય થાય તે પછીથી કલ્યાણનું કાર્ય કરવાનો તેમને ઉદય આવે છે. અને શ્રી ગણધરે માનસહિત કરેલા કલ્યાણના ભાવ સર્વજ્ઞ થતાં પહેલા ઉદયમાં આવી જાય છે, અને માનનો સંપૂર્ણ ક્ષય થવા સાથે કલ્યાણકાર્ય પણ પૂરું થઈ જાય છે. પૂર્વના ભવોમાં ગણધરે ભાવિ તીર્થકરના શુભ સંબંધમાં રહીને જીવ સમસ્ત માટે કલ્યાણના ભાવનું વેદન કર્યું હોવાથી, તેમના ભાવના વિસ્તારનું ફલક જીવ માત્રને સ્પર્શી શકે છે, પરિણામે તેમને જે જન્મમાં ગણધરપદ ઉદયમાં આવે તે જન્મમાં તેમને જ્ઞાન તથા દર્શનનો ઉઘાડ ખૂબ જબરો હોય છે. તેમને ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું, ચૌદ પૂર્વધારીપણું, ચાર જ્ઞાન અને અનેક લબ્ધિસદ્ધિની પ્રાપ્તિ થઈ હોય છે. તેનાથી પ્રગટતી માર્ગની ઊંડી જાણકારીના આધારે તેમનું શ્રી અરિહંતપ્રભુ પ્રતિનું આજ્ઞાધીનપણું અત્યંત બળવાન હોય છે. વળી, એ સમજણ તેઓ સહુ જીવોને ખૂબ જ સહેલાઈથી અને સહજતાથી આપી શકે એવો વાણીવૈભવ પણ તેમને ઉત્પન્ન થયો હોય છે. એક તરફથી તેઓ શ્રી પ્રભુના ઉપદેશને ઉત્તમતાએ ગ્રહણ કરી, તેમની આજ્ઞાએ ચાલી પોતાનું કલ્યાણ કરતા જાય છે, અને બીજી તરફથી તેઓ પોતે ગ્રહણ કરેલા ઉપકારક ઉપદેશના ધોધને નિર્મળ ભાવથી વહાવી બીજા અનેકનું કલ્યાણ કરવામાં ઉત્તમ નિમિત્ત થતા જાય છે.
આમ જોઈએ તો સાધુસાધ્વીજી, ઉપાધ્યાયજી અને આચાર્યજી ચડતા ક્રમમાં શ્રી પ્રભુને અને ગુરુને આજ્ઞાધીન થતા જાય છે. તેઓ બધાં પોતાના ગુરુ પાસેથી આજ્ઞા મેળવી, પોતાના સ્વચ્છંદને ક્ષીણ કરતા જઈ, કર્મ સામેના જંગમાં સફળતા મેળવતાં મેળવતાં પોતાની સ્વરૂપસિદ્ધિ વધારતા જાય છે. સાધુસાધ્વીજી છઠ્ઠા ઉત્કૃષ્ટ ગુણસ્થાન સુધી અથવા તો સાતમા ગુણસ્થાનની અમુક દશા સુધી વિકાસ કરે છે. તે દશા સુધીમાં તેમનો જેટલા પ્રમાણમાં અન્ય જીવો પ્રતિનો કલ્યાણભાવ ઊંડો તથા ઘેરો બન્યો હોય છે, તેટલા પ્રમાણમાં તેમણે ગ્રહણ કરેલા ઉપદેશને અને માર્ગની જાણકારીને બીજાને પસાર કરવામાં સફળતા મળે છે. તેઓ પુરુષાર્થ કરી આજ્ઞાધીન
૩૬૬