________________
કેવળી પ્રભુનો સાથ
સ્વરૂપમાં સમાય છે. જીવ જ્યારે શુદ્ધ સ્વરૂપમાં હોય અથવા તો શુક્લ સ્વરૂપમાં હોય ત્યારે તે ધર્મમાં પ્રવર્તે છે એમ કહી શકાય. એ સિવાયની સ્થિતિમાં તે સંસારમાં પ્રવર્તતો હોય છે. સંસારી સ્થિતિમાંથી નીકળી સ્વરૂપમાં જવા માટે તેને આજ્ઞા સહિતના તપના આશ્રયની જરૂર પડે છે. આ સમજણની ચોક્કસાઈ અર્પવા ‘આણાએ તવો’ એ ઉત્તરાઈની રચના થઈ જણાય છે.
વળી, ધર્મ તથા તપ બંને યોગ્યતાએ આચરવા માટે આજ્ઞાપાલનની જરૂર છે. બેમાંથી કોઈ પણ એક સ્વચ્છેદ કરવામાં આવે તો ઇચ્છિત સિદ્ધિ મળતી નથી; તેની સ્પષ્ટતા કરવા માટે ધર્મ તથા તપ બંને માટે “આજ્ઞા' શબ્દ પ્રયોજાયો છે. તે ઉપરાંત ધર્મ આરાધન કરવું અર્થાત્ સ્વરૂપસ્થ થવું એ મુખ્ય હેતુ છે. આ ધર્મને પોષણ આપવા માટે આજ્ઞા સહિતના તપની જરૂરિયાત છે, તે સૂચવવા ધર્મ પહેલા અને તપ પછી મૂક્યું જણાય છે. તપની સહાયથી ધર્મનું પ્રયોજન સિધ્ધ થાય છે, અગર ધર્મને સિધ્ધ કરવા તપની સહાય અનિવાર્ય છે એવો નિર્દેશ આપણને આ સૂત્રમાંથી મળે છે. વળી, તપનું સમાચરણ કરવાથી જ ધર્મની વૃદ્ધિ થાય છે તે પણ આમાંથી સૂચવાય છે.
નમસ્કાર મહામંત્રમાં સિંચાયેલું આજ્ઞાનું આરાધન શ્રી તીર્થંકર પ્રભુએ પોતાના કલ્યાણભાવથી સતત સિંચન કરી, અનાદિસિદ્ધિ સ્વરૂપ આપ્યું છે તેવા નમસ્કાર મહામંત્રમાં આજ્ઞારૂપી મહામાર્ગ નિરૂપાયેલો જોવા મળે છે. આ મહામંત્રમાં એક એકથી ચડિયાતી રીતે આજ્ઞામાર્ગનું સતત આરાધન કરી ધર્મ તથા તપનું ઉજ્જવળપણું કર્યું છે તેવાં સર્વ સાધુસાધ્વીજી, ઉપાધ્યાયજી, આચાર્યજી, શ્રી તીર્થંકર પ્રભુ અને શ્રી સિદ્ધ ભગવાનને ખૂબ ખૂબ અહોભાવ તથા ભક્તિભાવથી આજ્ઞાનું આરાધન કરવા આશીર્વાદ ઇચ્છી નમસ્કાર કરવામાં આવ્યા છે. સાથે સાથે તે પંચપરમેષ્ટિ ભગવંતને ઇચ્છાપૂર્વક ભાવથી નમસ્કાર કરવાથી શું ફલશ્રુતિ મળે છે તે પણ જણાવ્યું છે.
આ પંચપરમેષ્ટિને કરવામાં આવતા નમસ્કારને શ્રી પ્રભુએ મંત્રરૂપે ઓળખાવેલ છે, આ વાત સૂચક છે. મંત્ર એટલે સૂત્રાત્મક વચન, જેમાં ઇચ્છિત સ્થિતિને મેળવવાની
३४८