________________
આણાએ ધમ્મો, આણાએ તવો
ચાવી કોઈક ને કોઈક સ્વરૂપે ગૂંથાયેલી હોય છે. મુખ્યતાએ જીવની આત્મવિશુદ્ધિ કરવા માટે અને કેટલીકવાર સંસારમાં વર્તતા દુ:ખક્ષયના આશયથી આવા સૂત્રાત્મક વચનનું રટણ કરવામાં આવે છે ત્યારે તેને ‘મંત્રસ્મરણ’ કર્યું એમ કહેવાય છે.
જેની કાર્યસિદ્ધિ કરવાની છે, તેની પૂર્તિરૂપ તે કાર્યને સફળ કરનાર પ્રક્રિયાનું સૂત્રાત્મક ગૂંથન ‘મંત્રવાક્ય' માં હોવું જરૂરી છે; કેમકે જે પ્રાપ્ત કરવાની ઇચ્છા છે તેને સફળ કરનારાં સાધનો તથા રીતનો તેમાં સમાવેશ થયો ન હોય તો કાર્યસિદ્ધિ થઈ શકે નહિ. જેમ ધનપ્રાપ્તિ કરવા માટે તેને અનુરૂપ મંત્રના રટણની જરૂરત છે, તેમ આત્મશુદ્ધિ કરવા માટે તેને અનુરૂપ મંત્રના રટણની જરૂરિયાત રહે જ છે. ધન મેળવવાના મંત્રથી કદી આત્મશુદ્ધિ થઈ શકે નહિ, તે સહેજે સમજી શકાય તેવી બાબત છે. માટે આત્માની શુદ્ધિ કરવા માટે ઉપયોગમાં લેવાતા મંત્રમાં આત્માના ગુણોને ખીલવનાર તથા આત્માની વિશુદ્ધિ વધારનાર પ્રક્રિયાનો સમાવેશ થયો હોવો જોઈએ. અને એ મંત્રનું રટણ ભાવથી અને શ્રદ્ધાથી થવું જરૂરી બને છે. શ્રદ્ધા વિના યોગ્ય ફળ આવતું નથી.
આત્માની શુદ્ધિ મેળવવા માટેના મંત્રમાં આત્માના અમુક ગુણોનો તથા તે ગુણોને ખીલવવાની પ્રક્રિયાનો સમાવેશ થયો હોય છે; તેથી આવા મંત્રનું અમુક કાળ સુધી સતત ભાવસહિત રટણ કરવામાં આવે છે ત્યારે રટણ કરનાર જીવ અન્ય અનુપકારી વિચારો અને ભાવોથી મુક્ત થઈ, મંત્રમાં દર્શાવાયેલા ગુણ અને ભાવમાં એકાગ્ર થાય છે. આ ઉપરાંત, એકનો એક ભાવ અમુક સમય સુધી સતત કરતા રહેવાના મહાવરાથી તે ગુણો ગ્રહણ કરવાનો બોધ જીવમાં દૃઢ થતો જાય છે, અને તે જીવ પોતાના ઢંકાયેલા ગુણોને નિરાવરણ કરવા શક્તિમાન થાય છે.
સામાન્યપણે પ્રત્યેક સંજ્ઞીપંચેન્દ્રિય જીવનાં મનમાં ઇચ્છા કે વિચારની વણઝાર ચાલ્યા જ કરતી હોય છે, વિચાર કે વિકલ્પના સાતત્યથી જીવ સહેલાઈથી છૂટી શકતો નથી. પોતે નિજછંદે ચાલી ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ સફળ થતો નથી, અને વિચારની એ વણઝાર તેનાં સ્થિરતા તથા શાંતિને સતત હણતી જ રહે છે. વિચારોનાં
૩૪૯