________________
કેવળી પ્રભુનો સાથ
સમક્તિ પ્રગટાવે તે જ જન્મે મનુષ્યગતિ મેળવે છે, તે પહેલાના ભવોમાં તેને તિર્યંચગતિ હોય છે. આવા જીવને વિકાસનાં પગથિયે ક્ષયોપથમિક જ્ઞાનીઓનું નિમિત્ત મળતું હોય છે. તેને એકેંદ્રિયપણામાં ૐ ની રચના કરતાં લગભગ સાડાપાંચ સમય લાગે છે. તેના છઠ્ઠા રુચક પ્રદેશની આસપાસના પ્રદેશો પહેલાં શુભ થાય છે. તેને અન્ય કોઈ પરમાર્થિક પદવી મળતી નથી. ચરમ સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં તેના વધુમાં વધુ ભવો તિર્યંચગતિના નરદેહના હોય છે, અને તેને દુર્લભતાએ જ્ઞાનીપુરુષનો સંપર્ક થાય છે. જો સંપર્ક થાય તો તેમની સાચી ઓળખ મળવી દુર્લભ થાય છે, ઓળખ આવે તો તેમનામાં શ્રદ્ધા થવી કઠણ બને છે. અને જ્ઞાન લીધા પછી પણ તે કઠણાઈ ઘટી જતી નથી. આ રીતે જીવમાં પાત્રતા બહુ ઓછી કેળવાયેલી હોય છે તેથી તે જીવ અન્ય કોઈ પણ ભેદમાં ન સમાતા “પુરુષલિંગ સિદ્ધા"ના ભેદમાં આવે છે.
આવા જીવો ઘણું કરીને એક વખત ઉપશમ શ્રેણિએ ચડી બીજી વખત ક્ષપક શ્રેણિ માંડી ઘાતકર્મોથી મુક્ત થાય છે, અને તેઓ પદવીધારી ન હોય તેવા આત્માના નિમિત્તે નિત્યનિગોદમાંથી નીકળ્યા હોય છે. પુરુષલિંગ સિદ્ધાના નિમિત્તથી નિત્યનિગોદમાંથી બહાર નીકળનાર જીવોનું પરિભ્રમણ પણ ઘણું થાય છે. પણ જીવના પુરુષાર્થના બળ અનુસાર તેનું તરતમપણું થાય છે. સ્ત્રીલિંગસિદ્ધા તથા પુરુષલિંગસિદ્ધાના નિમિત્તથી નીકળનાર ઉપશમશ્રેણિમાં જાય જ એવો નિયમ નથી. જીવ બળવાન પુરુષાર્થ થાય તો તે સીધી ક્ષપકશ્રેણિમાં જઈ શકે છે. ઉપશમશ્રેણિએ ચડવાનું કારણ જીવના પુરુષાર્થનું મંદપણું છે, તે કોના નિમિત્તથી નીકળ્યા છે કે કોના નિમિત્તથી આગળ વધ્યા છે તે ગૌણ બાબત છે.
૭. નપુંસકલિંગ સિદ્ધા જે જીવ બે વખત ઉપશમ શ્રેણિએ ચડી, ઠેઠ ગાઢા મિથ્યાત્વી થવા સુધી નીચે ઉતરે છે, અને છેવટમાં ક્ષપક શ્રેણિ માંડી, કેવળજ્ઞાન લઈ સિદ્ધ થાય છે તેઓ નપુંસકલિંગે સિદ્ધ થયા કહેવાય છે. તેઓ ઘણા ઘણા હીનવીર્ય હોય છે, તેમનો આત્મિક પુરુષાર્થ પણ ઘણો મંદ હોય છે.
૧૮