________________
શ્રી અરિહંતનો મહિમા
આ હીનવીર્ય આત્માના પ્રદેશો કેવળી સમુદ્યત વખતે વક્ર થાય છે. તેઓ પોતાના આત્મપ્રદેશોને સમુદ્યાત વખતે થોડા બહાર કાઢી, શરીરમાં પાછા લઈ, ફરીથી એક સાથે શરીરની બહાર કાઢી લોકમાં ફેલાવે છે. અન્ય સર્વ આત્માઓ સમુદ્યાત કરતી વખતે આત્મ પ્રદેશોને સીધા જ શરીરની બહાર કાઢી લોકમાં ફેલાવે છે.
આ વેદે સિધ્ધ થનાર આત્માનાં નિમિત્તે નિત્યનિગોદમાંથી બહાર નીકળનાર જીવ અભવી થાય છે. તેના આઠે રુચક પ્રદેશો એવી રીતે ગોઠવાયેલા હોય છે કે તેઓ એકબીજાની નજીક આવી ક્યારેય ૐ કે સ્વસ્તિકની રચના કરી શકતા નથી, અને તે જીવ સંસારથી છૂટવાના ભાવ પણ ક્યારેય કરતો નથી. તેનો આઠમો પ્રદેશ ખૂબ વિચિત્ર રીતે ખૂલ્યો હોય છે. તેથી તે જીવ ચારને બદલે પાંચ સમયે ઇતર નિગોદમાં આવે છે. અને આ પુરુષાર્થની મંદતાને કારણે સ્વરૂપ પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરવાનું તેને સૂઝતું જ નથી. આવા જીવો ખૂબ જ અપવાદરૂપ હોય છે. કહેવાય છે કે આખા કાળચક્રમાં માત્ર આઠ જ જીવો આવા નિત્યના અભવી થાય છે. પરંતુ અત્યાર સુધીમાં અનંત કાળચક્રો વહી ગયા હોવાથી આવા અભવી જીવોની સંખ્યા અનંત સુધી પહોંચી ગઈ છે.
૮. અન્યલિંગ સિદ્ધા ચરમાવર્તમાં આવ્યા પછી જે જીવો સંજ્ઞીપંચેન્દ્રિય થાય છે ત્યારથી તેઓ જૈનધર્મી ન રહેતાં અન્યધમી જ મુખ્યતાએ રહ્યા કરે છે, અને તેમને જૈનધર્મી તરીકેના જન્મ ભાગ્યે જ આવે છે. તેઓ આ પ્રકારના સિદ્ધના ભેદમાં જાય છે. મુખ્યતાએ તેઓ વેદાંત, બ્રાહ્મણ, સાંખ્ય, મીમાંસા, બૌદ્ધ આદિ જૈનેત્તર ધર્મનું પાલન કરતા હોય છે. આવા જીવોને માનપૂજાની આકાંક્ષા અન્ય જીવોના પ્રમાણમાં ઘણી વિશેષ રહેતી હોય છે. જનસમુદાય પોતાને ખૂબ માન આપે, ઘણી પૂજા કરે તેવા આશયથી તેઓ ઘણી શારીરિક યોગવિદ્યા પણ આરાધતા હોય છે. તેઓ લગભગ ૨૦ ભવ સુધી શારીરિક યોગવિદ્યા આરાધતા રહે છે, અને બીજા ૩૦ ભવ સુધી તે વિદ્યા મેળવીને બીજાને આકર્ષવાના ભાવ તીવ્રપણે કરતા હોય છે.
૧૭