________________
શ્રી અરિહંતનો મહિમા
સત્પુરુષનો સથવારો ખૂબ ઉપકારી થાય છે. અન્ય રીતે કહીએ તો શ્રી પ્રભુ અને શ્રી સત્પુરુષના ઉપકારના સાથથી જ જીવનો વિકાસ શક્ય બને છે.
આપણે જાણીએ છીએ તે પ્રમાણે શ્રી પ્રભુના અને શ્રી સત્પુરુષના આપણા પર અનંત ઉપકાર છે. પૃથ્વીકાયની અવસ્થાથી જીવનું સંસારનું ભ્રમણ શરૂ થાય છે. અને તેમાંથી અપકાય, તેઉકાય, વાયુકાય તથા વનસ્પતિકાય સુધીનો વિકાસ કરવા માટે શ્રી પ્રભુ તથા શ્રી સત્પુરુષની કૃપા તથા કરુણાની અનિવાર્યતા રહે છે. વળી, એકેંદ્રિયપણાથી વિકાસ કરી બે, ત્રણ, ચાર અને સંક્ષીપંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરવા માટે એવા જ સમર્થ પ્રભુ અને સત્પુરુષની કૃપા તથા આધાર ઉપકારી થાય છે. તેમના કલ્યાણભાવની સહાયતા વિના જીવનો વિકાસ થવો શક્ય નથી; કારણ કે અસંશીપણામાં જીવ અત્યંત પરાધીન છે, તેનામાં સ્વતંત્ર ભાવ કરવાની શક્તિ જ હોતી નથી, તેણે તો જેવા શુભાશુભ ભાવવાળા સંજ્ઞીપંચેન્દ્રિયનો સંપર્ક હોય તેવા ભાવ ૫રવશપણે ક૨વા પડે છે. એટલે કે શુભભાવીના સંપર્કથી શુભભાવ કરી વિકાસ પામે છે અને અશુભભાવીના સંપર્કથી અશુભભાવ કરી અધોગતિમાં જાય છે. આમ ઇન્દ્રિયોની વધઘટરૂપ ચડઊતર કરતાં કરતાં સત્પુરુષની અનન્ય કૃપા થકી તે જીવ સંશી પંચેન્દ્રિયપણું મેળવવા સદ્ભાગી થાય છે ત્યારે, તે પોતે સ્વતંત્ર ભાવ કરવા, ધારે તેની અસર ગ્રહણ કરવા સમર્થ બને છે. તે પોતાને થતા ભાવોને જાણી શકે છે અને ઇચ્છા પ્રમાણે ફેરવી પણ શકે છે. આ સ્થિતિમાં તે સત્પુરુષના સંપર્કની અસ૨ નીચે પોતાને વર્તતાં ક્રોધ, માન, માયા, લોભ આદિને અમુક અંશે ઓળખી તેને ઘટાડવાનો પુરુષાર્થ કરી શકે છે.
આ આખી પ્રક્રિયાનો જરા ઊંડાણથી વિચાર કરીએ તો સમજાય છે કે નિત્યનિગોદમાંથી નીકળવાની તૈયા૨ી જીવની થાય છે, અર્થાત્ રુચક પ્રદેશો પ્રાપ્ત કરવાની શરૂઆત થાય છે ત્યારથી તે જીવ તીર્થસ્થાનનો સ્પર્શ પામે છે, નિત્યનિગોદમાંથી નીકળતી વખતે પણ સિદ્ધ થતા પ્રભુનાં તીર્થસ્થાનનો સ્પર્શ પામી જીવ ઇતર નિગોદમાં આવે છે. એ જ રીતે ઇતરનિગોદમાં પણ પ્રત્યેક વિકાસનાં પગલે જેમકે પૃથ્વીકાયાદિમાંથી અપકાયાદિમાં વિકાસ કરતી વખતે જીવ તીર્થસ્થાનનો સ્પર્શ પામીને જ વિકાસ કરી