________________
કેવળી પ્રભુનો સાથ
શકે છે. અને આ જ પ્રમાણે જીવ તીર્થસ્થાનના સ્પર્શની સહાયથી એકેંદ્રિયપણામાંથી નીકળી સંજ્ઞીપંચેન્દ્રિયપણા સુધી પહોંચે છે. આ પરથી નિશ્ચય થાય છે કે ઉત્તમ પુરુષની કૃપા તથા સહાય ઝીલ્યા વિના જીવને માટે વિકાસ કરવો સંભવિત જ નથી.
સપુરુષ, જ્ઞાનીપુરુષ કે ઉત્તમ પુરુષના આત્મામાં પ્રબળ કલ્યાણભાવ વેદાતો હોય છે ત્યારે તેમનામાં તીર્થસ્થાન ઉત્પન્ન થાય છે. આવો કલ્યાણભાવ જેટલા કાળ માટે ટકે તેટલા કાળ માટે તેમનામાં તીર્થસ્થાન રહે છે. પછીના કાળમાં એ તીર્થસ્થાન હોતું નથી. બીજી રીતે કહીએ તો કહી શકાય કે આત્મામાં કલ્યાણભાવના ઉદય સાથે જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા સધાય છે ત્યારે તીર્થસ્થાન પ્રવર્તે છે. આ અપેક્ષાએ વિચારીએ તો કહી શકાય કે પંચપરમેષ્ઠિ પદને શોભાવતા સાધુસાધ્વીમાં અમુક દિવસોના અંતરે આવું તીર્થસ્થાન પ્રવર્તે છે, ઉપાધ્યાયજીમાં અમુક કલાકોના આંતરે તીર્થસ્થાન પ્રગટ થતું રહે છે, શ્રી આચાર્યજીમાં અમુક ક્ષણોના આંતરે તીર્થસ્થાન ઉદ્ગમ પામે છે, શ્રી ગણધર પ્રભુમાં તેમના પદના ઉદયથી ક્ષણે ક્ષણે આ સ્થાન હોય છે, એ જ રીતે તીર્થકર નામકર્મ બાંધ્યા પછી તે આત્માને નિરંતર આ સ્થાન વર્તે છે, અને શ્રી કેવળીપ્રભુ તથા તીર્થંકર પ્રભુમાં પ્રત્યેક સમયે આ તીર્થસ્થાન રહેલું છે. આ સ્થાનના સ્પર્શનો અને લાભનો અનુભવ આત્માર્થે પુરુષાર્થ કરતા બધા મહાનુભવોને થાય છે. બીજી રીતે કહીએ તો જેમ જેમ આત્મદશા ઊંચી થતી જાય અને કલ્યાણભાવ ઊંડો તથા વિશાળ થતો જાય તેમ તેમ તે જીવમાં તીર્થસ્થાનનું પ્રવર્તન વધતું જાય છે. જીવમાં તીર્થસ્થાનનું પ્રવર્તન જેટલું વધારે થાય તેટલો વધારે લાભ અન્ય જીવોને થાય છે.
આમ આવા ઉત્તમ કલ્યાણકારી ભાવવાળા પુરુષોનો સંપર્ક પામી જીવ સંજ્ઞીપંચેન્દ્રિયપણું મેળવી તિર્યંચ ગતિ સાથે બાકીની ત્રણ ગતિ નરક, દેવ અને મનુષ્ય ગતિનો અનુભવ પણ મેળવતો થાય છે. આ ચારે ગતિઓમાં તે જીવ જેવા જેવા જીવના સંપર્કમાં આવે છે તેવા તેવા જીવના ભાવ અમુક અંશે સ્વીકારે છે અને બાકીના અમુક ભાવોમાં તે પોતે સ્વતંત્ર રહે છે. આ બંને પરતંત્રતા તથા સ્વતંત્રતાના મિશ્રણથી જીવ જે પ્રકારે શુભભાવી કે અશુભભાવી બને તે પ્રકારનાં ફળસ્વરૂપને પામી તેના અનુસાર ગતિ તથા શાતા અશાતા ભોગવતો રહે છે. તે ભ્રમણમાં જ્યારે