________________
કેવળી પ્રભુનો સાથ
નિવૃત્ત થાય છે; એવા જગતપિતાના તીર્થસ્થાન સ્વરૂપ શરણમાં જવાથી શ્રી અરિહંત પ્રભુનું કલ્યાણકાર્ય શરૂ થાય છે, અને શ્રી કેવળીપ્રભુ, ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી અને સાધુસાધ્વીજીથી એ કાર્યની પુષ્ટિ થાય છે, અને કાર્યનો ફેલાવો થાય છે. આ કલ્યાણકાર્ય જીવ સમસ્ત માટે શાતાદાયક અને શાંતિદાયક બનતું રહે છે. મોક્ષમાર્ગના પ્રણેતા શ્રી અરિહંત પ્રભુ આપણને ક્યાં, ક્યારે તથા કેવી રીતે ઉપકારી થાય છે તે સમજીએ તો તેમનો અવર્ણનીય મહિમા અનુભવવાનો અવકાશ આપણને પ્રાપ્ત થાય.
આ જગતમાં આત્માને શુદ્ધ થવા માટે, શાશ્વત સુખ મેળવવા માટે તથા પોતાનો અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવા માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત તરફથી જીવને અમૂલ્ય સાથ મળે છે. પ્રત્યેક જીવને વિકાસનાં પ્રત્યેક પગથિયે આ સાથની જરૂર રહે છે. આ સાથ અને વિકાસનાં પ્રત્યેક સોપાનમાં તીર્થસ્થાન સમાયેલું છે. પ્રત્યેક ઈષ્ટ સ્થાને આ સાથ મળતાં વિકાસ ઝડપથી તથા ઉત્તમ પ્રકારનો થાય છે. ઈષ્ટ પુરુષોના આ કલ્યાણકાર્યને અનુલક્ષીને શ્રી જ્ઞાનીપુરુષો ભાખી ગયા છે કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીનાં સર્વ સુખનું કારણ એક માત્ર સપુરુષ જ છે.
શ્રી પંચપરમેષ્ટિ ભગવંત એટલે શ્રી અરિહંતપ્રભુ, સિદ્ધપ્રભુ, આચાર્યજી, ઉપાધ્યાયજી અને સાધુસાધ્વીજી. તેઓ બધામાં શ્રી અરિહંતપ્રભુ ઉચ્ચ સ્થાને બિરાજે છે, કેમકે તેમનું કલ્યાણમાર્ગમાં પ્રદાન સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ પ્રકારનું છે. તેમની શ્રેષ્ઠતા તથા ઉત્તમતા સમજીએ તો તેમનાં જીવનની અમૂલ્યતાનો અને તેમણે આપણા પર કરેલા અવર્ણનીય ઉપકારનો લક્ષ થાય છે.
આપણે જાણીએ છીએ કે એક કેવળીપ્રભુ સિધ્ધ થાય છે, તેમના નિમિત્તથી એક જીવ આઠમો રુચક પ્રદેશ પામી નિત્યનિગોદમાંથી નીકળી પૃથ્વીકાયરૂપે દેહ ધારણ કરી સંસારનું પરિભ્રમણ શરૂ કરે છે. આ પહેલાં શ્રી તીર્થંકર પ્રભુની પરમ કૃપાથી તે જીવને સાત ચક પ્રદેશની પ્રાપ્તિ થઈ હોય છે, અને આઠમો પ્રદેશ મેળવવામાં તેને શ્રી કેવળીપ્રભુની સહાય કાર્યકારી થાય છે. અને એ પછીના સંસારની સંજ્ઞીપંચેન્દ્રિય દશા મેળવવા સુધીના પ્રત્યેક વિકાસમાં તેને શ્રી તીર્થકર પ્રભુ, કેવળીપ્રભુ કે ઉત્તમ