________________
કેવળી પ્રભુનો સાથ
યોગ્યતા ન આવે ત્યાં સુધી ગંભીર બની સર્વ જ્ઞાનને અંતરમાં જ શમાવી દેવું એવી ભાવના તેમનામાં જોવા મળે છે. માર્ગ પ્રકાશવા માટે સર્વસંગ પરિત્યાગીની દશા તેમને અનિવાર્ય જણાતી હતી.
સામાન્યપણે ક્ષાયિક સમકિત લીધા પછી, જીવ સ્થૂળ રીતે આજ્ઞાધીન રહેવાની શરૂઆત કરે છે. આત્માએ કરેલી વિશુદ્ધિને લીધે જીવની ગુરુ તથા પ્રભુ પ્રતિની ભક્તિ ઊંડી થાય છે, અને તે ગુરુની પ્રત્યેક ચેષ્ટાને ભક્તિથી તથા રહસ્ય પામવાના આશયથી જોતાં શીખતો જાય છે. પરિણામે તે જીવ, ગુરુનું તેમના ગુરુ પ્રતિનું આજ્ઞાધીનપણું જોઈ અચરજ પામે છે, તેનું તેને આકર્ષણ થાય છે. ગુરુને આજ્ઞાધીનપણાને લીધે વેદાતાં શાંતિ, સમતા અને વિવેક સાધકને એટલાં સ્પર્શી જાય છે કે તે પોતે એ ગુણો ખીલવવાના પ્રયત્નમાં ગુરુ પ્રતિનાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાનો ઉત્કર્ષ કરવા લાગે છે. આ પુરુષાર્થનાં ફળરૂપે અન્ય જીવો સાથેના તેના રાગદ્વેષ મંદ થતા જાય છે. કંઈ પણ અશુભ થાય તો તેના માટેનો દોષ તે નિમિત્તને ન આપતાં પોતાનાં પૂર્વકર્મનો દોષ ગણી, કરેલી તે ભૂલ માટે અંતરંગથી પશ્ચાત્તાપી થાય છે, અને કંઇ પણ શુભ થાય તો કર્તાપણાના માનભાવમાં ન જતાં તેનું શ્રેય ગુરુની કૃપાને આપતાં શીખે છે. આ ભાવ રાખવાથી જે નિર્જરા થાય છે, અને ગુરુ પ્રતિનો જે પૂજ્યભાવ વધે છે તેને લીધે ‘ગુરુ સહાય કરવાના જ છે” એ વિશ્વાસથી તે શાંતિ તથા સમતાનું વેદન પામે છે. ગુરુ કે પ્રભુ શુભાશુભ ઉદય વખતે સમતા જાળવવા સહાય કરવાના જ છે, એ વિશ્વાસને લીધે જીવ કર્મોદય પ્રતિ ઉદાસીન અને નિઃસ્પૃહ થતાં શીખતો જાય છે.
આ વિશ્વાસ અમુક કક્ષાએ પહોંચે ત્યારે તે પોતાના સ્વચ્છંદને છોડી મન, વચન તથા કાયા શ્રી ગુરુને ભક્તિભાવથી અર્પણ કરે છે, અને તેમની જ આજ્ઞાએ વર્તવાનો નિર્ણય કરે છે. આ સ્થિતિ તે અંતરંગથી છઠ્ઠ ગુણસ્થાન છે. ગુરુની આજ્ઞામાં રહેવાનાં વર્તનથી જીવની સંસાર ભોગવવાની ઇચ્છા મંદ થતી જાય છે; સર્વ પ્રકારનાં દુરાગ્રહો ક્ષીણ થતા જાય છે, વિષયકષાય ઉગાડતા પદાર્થો પ્રતિ ઉદાસીનતા વધતી જાય છે; એટલે કે તે જીવ સ્ત્રી, પુત્ર, કુટુંબ, સંબંધીઓ, સમાજ, પરિગ્રહરૂપ પદાર્થો આદિ તરફથી થતા શાતા કે અશાતા પ્રત્યે નિસ્પૃહ થતો જાય છે. જેટલી પ્રભુ તથા ગુરુ
૨૪૮