________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
પ્રત્યેની ભક્તિની તેની ઉત્કૃષ્ટતા થાય છે તેટલી તેની આજ્ઞાધીનતા વધતી જાય છે. આજ્ઞામાં રહેવાનો તેનો હકાર જેટલો બળવાન થાય તેટલો વિશેષ શૂન્યતાનો અનુભવ તેને થાય. પરિણામે તે જીવની ચારિત્રની ખીલવણી થતી જાય, એટલે કે તે જીવને કર્મનો આશ્રવ ઘટતો જાય અને સંવર તથા નિર્જરા વધતાં જાય. તેનાં ફળરૂપે તેના આત્મપ્રદેશો પરથી કર્મનો જથ્થો ઘટતો જાય; જેમ જેમ કર્મનો જમાવ ઓછો થતો જાય તેમ તેમ તે જીવ વધારે ને વધારે શાંતિનું વેદન કરતો રહે, અને શુક્લધ્યાન મેળવવા પ્રતિ પ્રગતિ કરતો જાય. આમ કરવામાં જીવનો અંતરવેગ જેટલો વધારે હોય (પ્રગતિ કરવાની ઇચ્છા જેટલી અદમ્ય હોય), તેટલો તેનો વિકાસ ઝડપથી થાય છે, અને વેગમાં જેટલી મંદતા વધારે તેટલી પ્રગતિ પણ મંદ થાય છે. - જો કુપાળુદેવનો વિચાર કરીએ તો આ પ્રક્રિયા તેમની બાબતમાં ખૂબ જ ઝડપથી થઈ હતી. તેમનો છૂટવા માટેનો આંતરવેગ એટલો બળવાન હતો કે અચરજ થાય તેટલા ટૂંકા ગાળામાં તેમણે મોહનીય અને તેની સાથે જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મ ક્ષીણ કર્યા હતાં. આ વર્ષમાં તેમને કોઈ જાતની અંતરાય નડી હોય તેવું જણાતું નથી, અંતરાય કર્મ સદ્ગરનાં શરણમાં જવાથી અને રહેવાથી જલદીથી ક્ષીણ થતું જાય છે, ત્યારે અન્ય કર્મો ક્ષીણ કરવા માટે જીવે સતત સભાન પુરુષાર્થ કરતા રહેવો પડે છે. પ્રભુનાં શરણમાં રહેવાનો અને તેમની આજ્ઞાએ ચાલવાનો પુરુષાર્થ કૃપાળુદેવે જલદીથી કર્યો હતો, તેથી ક્ષાયિક સમકિત લેતાં પહેલાં જ અનહદ ધ્વનિમાં મણા નથી' એવો અનુભવ તેમને શરૂ થયો હતો, અને ક્ષાયિક પછી તો જ્ઞાન, દર્શન અને ચારિત્રનો ઉઘાડ એવી ઉત્તમ રીતે અને ઝડપથી થવા લાગ્યો હતો કે ક્ષાયિક લીધા પછીના ત્રણ માસથી ઓછા ગાળામાં તેમણે સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કર્યો હતો, અને મોક્ષમાર્ગનાં રહસ્યોની જાણકારી પણ ઘણા મોટા પ્રમાણમાં મેળવી હતી.
“જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો તમારે શોધવો નહિ પડે.” (કારતક વદ ૩, ૧૯૪૭, આંક ૧૭૩).
૨૪૯