________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ન આવે.. તીર્થકર જે સમજ્યા અને પામ્યા છે. આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઇ જ નથી. જો કે તીર્થકર થવા ઇચ્છા નથી; પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે, એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે. તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે.” (આંક ૧૭૦)
કૃપાળુદેવે લખેલ પત્રનાં આ વચનો વાંચતા આપણને સ્પષ્ટ સમજાય છે કે તેમને તેવીસમા વર્ષનાં અંતિમ દિવસોમાં ક્ષાયિક સમકિત થયું હતું. “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે.” એ વચન તેની શાખ પૂરે છે, તે ઉપરાંત તેમણે રચેલાં હસ્તનોંધના એક કાવ્યમાં લખ્યું છે કે, -
“ઓગણીસસે ને સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્ય રે,
શ્રુત અનુભવ વધતી દશા, નિજસ્વરૂપ અવભાસ્યું રે.” આ વિધાન પણ તેમણે પ્રાપ્ત કરેલા શુદ્ધ સમકિતનો પુરાવો આપે છે, સાથે સાથે આ વચનોથી એ પણ સ્પષ્ટ થાય છે કે ક્ષાયિક લીધા પછી પણ આત્મ આરાધન કરવાનો તેમનો વેગ જેવો ને તેવો અખંડપણે જળવાઈ રહ્યો હતો. એટલું જ નહિ પણ આ પત્રનાં વચનો આપણને એ સૂચવી જાય છે કે ભાવિમાં તેઓ પરમાર્થની સર્વોત્તમ પદવીના ધારક બનવાના છે તેનો અણસાર પણ તેમને આવી ગયો છે. શ્રી તીર્થંકર પ્રભુ જે નિર્માનીપણાથી જીવ સમસ્ત માટેના કલ્યાણના ભાવ વેદે છે, તે ભાવની છાયા આપણને કૃપાળુદેવનાં ઉપરનાં વચનોમાં જોવા મળે છે. અને તેઓ તે ભાવિપદને અનુસરી જ્યાં સુધી પ્રભુની આજ્ઞા ન થાય ત્યાં સુધી માર્ગ પ્રકાશવો નહિ એ નિર્ણય દૃઢતાથી કરે છે. નહિતર, સામાન્યપણે તો જીવ જ્યાં થોડી પ્રાપ્તિ થાય ત્યાં તેનું પ્રદર્શન કરી કીર્તિ તથા માનની લાલસા પોષવા લાગી જાય છે. જ્યાં આત્મામાં ઉત્કૃષ્ટતાએ મંગલપણું આવવાનું હોય ત્યાં, તે જીવમાં જ આવી ધીર ગંભીરતા સંભવી શકે છે એમ આપણે જરૂર કહી શકીએ. કૃપાળુદેવને તો એવી વર્તન કરવી છે કે, જ્યાં સુધી યથાર્થ યોગ્યતા આવે નહિ, પૂરી પાત્રતા સાથે સર્વસંગપરિત્યાગ થાય નહિ ત્યાં સુધી પરમાર્થ પ્રકાશવો નહિ, યથાર્થ યોગ્યતા વિના કાર્ય કરવું નહિ,
૨૪૭